________________
એક ઝલક * મથક તરીકે ખીલવ્યું. આ યોજનામાં શિક્ષણને તેમણે અગ્રસ્થાન આપ્યું. તે
અર્થે તેમણે ભલાડામાં ખાદી કાર્યાલય ઉપરાંત કન્યા છાત્રાલય ચાલુ કર્યું, જેના સંચાલનનું કામ શ્રી. ડાહીબહેનને ભાગે રહ્યું છે. - દેથલી ગામમાં તેમણે ઉત્તર-બુનિયાદી શિક્ષણકાર્ય ઉપાડયું, જેની જવાબદારી વિદ્યાપીઠના એક સ્નાતક શ્રી. પરસદરાય શાસ્ત્રીને પી. આ ઉપરાંત એમના કામમાં બીજા અનેક સાથીઓ છે. તે બધાના દુખનો પાર નથી. તેમને કેમ લાગતું હશે તે ભાઈ શાસ્ત્રીના મારા પરના તા. ૪-૫-'૧૯ના પરામાંથી જ ટાંકી બતાવું. તે લખે છે –
પૂ. રાવજીભાઈના અવસાનથી ઊંડા દુ:ખની લાગણી હું અનુભવી રહ્યો છું. મારા મનમાં ભારે મુંઝવણ લાગે છે. તેમની સાથે સાત વર્ષ રહીને જે હું અને માયામમતા મેળવ્યાં છે, તે બધું સતત યાદ આવતાં કેવી કેવી દર્દભરી વ્યથા થાય છે, એનું શું વન લખું? અને તાજી સ્મૃતિઓ પણ દુ:ખમાં ઉમેરો કરે છે. છેલ્લા કેટલાક વખતથી દેથલી-ભલાડાની પ્રવૃત્તિઓને વિકસાવવાને એમને ખૂબ પુરુષાથી વિચાર હતો. મને સાથે બેસાડી એમણે કેટલાયે ગ્રામસેવાનાં
રંગીન ચિત્રો દોર્યા હતાં. દેથલીની પ્રવૃત્તિઓને વિકસાવવાની તેમની - ગ્વાદેશ બહુ તીવ્ર હતી. આ બધી વાત વિગતે યાદ આવે છે.
એમની છત્રછાયા હેઠળ કામ કરવામાં તડકીછાંયડી અમારે જોવાની હતી નહીં. આજે એ બધું ઘડીભર જતું રહ્યું હોય એવી અકળામણ થાય છે. અંદર રહેલું ડહાપણ જોકે ધારણ આપે છે કે, ધીરજથી કાર્યરત રહેતાં બધી બાબતોનો ઈશ્વર સાનુકૂળ રસ્તે કરતે જ રહેશે. કેમ કે ઈશ્વરને આધાર છે ને? ૫. રાવજીભાઈનું ભલાડાદેથલીનું કામ એમની હયાતીમાં એમણે આશા રાખેલી એ જ પ્રમાણે ચાલે તે એમાંથી આનંદ થાય.
“અત્યારે વિશેષ ન લખું. આપની વિશેષ નજર અમારા તરફ અને અમારાં કામે તરફ રહેશે અને ધારણ મળી રહેશે એવી અભ્યર્થના.
હવેના બધા કામકાજ અંગે વિચારવા અમે હજી મળ્યા નથી, વણ મક્કમતાપૂર્વક બધું કામ પૂર્વવત્ ચલાવવાના છીએ.” - શ્રી. રાવજીભાઈના કામને સંભાળી લેવાની જવાબદારી, ભાઈ શાસ્ત્રી પિઠે ચરોતર અને ગુજરાતના સૌ સેવકોની છે. ભલાડા ઉદ્યોગ મંદિર એમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org