________________
૧૫
નાતકે મારા અતરના આશીવાદ છે વખત વિદ્યાપીઠનો તે વખતની સલતનતે કબજો લીધે. પણ વિદ્યાપીઠ તેમાંથી દરેક વખતે આખરે પાર નીકળી ગઈ. વિદ્યાપીઠના સ્નાતકો જે જે ક્ષેત્રમાં ગયા છે, તેઓ જ્યાં જ્યાં પડયા છે ત્યાં તેમણે પસ્તાવો નથી કર્યો. તેઓ જયાં ગયા છે ત્યાં ઠીક રીતે કામ કર્યું છે અને વિદ્યાપીઠને શોભાવી છે.
આજના સ્નાતકે કે જેમને પદવી આપવામાં આવે છે તેને તેનાથી જુદા – સ્વતંત્રતાના વાતાવરણમાં પદવીદાન થાય છે. સ્વતંત્રતા મળ્યા પછી કેળવણીના ક્ષેત્રામાં જે ઝડપી ફેરફારો થવા જોઈએ તે થયા નથી. કારણ કે જે સ્વતંત્રતા મળી તે સ્વતંત્રતાની પાછળ ભૂતકાળને ઈતિહાસ અને એની પાછળ લાગેલી અનેક પ્રકારની મુશ્કેલીઓનું વળગણ છૂટી શકર્યું નથી. હિંદ અત્યારે કોઈ વખત નહીં એવા કઠણ પ્રસંગમાંથી પસાર થઈ રહ્યો છે. જો સાવધાન ન રહીએ તે કેટલાય ભાગથી મેળવેલી સ્વતંત્રતા ગુમાવી બેસીએ. આજે લોકો હિંદુસ્તાનમાં બધે આજની સરકારની અનેક પ્રકારે ટીકા કરી રહ્યા છે. લોકશાહીમાં ટીકાને સ્થાન છે. અને ટીકા થવી જોઈએ. છતાં સાથે સાથે સમજવું જોઈએ કે આપણે હજ લોકશાહીને કક્કો ઘૂંટીએ છીએ. આજની દુનિયાને અનુરૂપ આપણી સરકારને આપણે બનાવવી હોય તો આપણા મુલકનું અને દુનિયાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું જોઈએ. વિદ્યાપીઠના સ્નાતકોને ધર્મ છે કે, પોતાને અભ્યાસ વિચારથી અને ઊંડી નજરથી કરે, લોકપ્રવાહમાં તણાવું ન જોઈએ. પ્રાંત પ્રાંતમાં હું ફરું છું; જોઉં છું; તે ઉપરથી મને સંતોષ છે કે, અનેક પ્રકારની ટીકા છતાં ગુજરાત પોતાનું સ્થાન ઠીક સાચવી રહ્યું છે. તેણે પોતાનું મગજ સ્થિર રાખ્યું છે કઈ એમ ન સમજે, ન સમજવું જોઈએ, કે સ્વતંત્રતા મળી એટલે આપણને કઈ પ્રકારનું દુ:ખ રહ્યું નથી. ઊલટું આજે દુ:ખને પ્રવાહ ચાલી રહ્યો છે. અનેક ફેરફાર થઈ રહ્યા છે, વેપારીઓને પોતાને વેપાર વધવાની ઉમેદ હતી તે ચાલી ગઈ છે. મધ્યમ વર્ગ બેકાર થાય છે. અનાજ યા ખોરાકનો તટે છે. કાપડની બૂમ પડે છે. કપાસના ભાવ કોઈ વખત ન હતા તેટલા વધી ગયા છે. દરેક પ્રકારના ઉદ્યોગમાં મુસીબત આવી ગઈ છે. આનું શું કારણ છે? એ સમજવું જોઈએ. લોકો ઊંડો અભ્યાસ કરી તે સમજે નહી તો જેને દેષ ન દેવો જોઈએ તેને દોષ દે અને રાહત મળે નહીં. આપણે ગુજરાતના લોકો સમજદાર અને વેપારબુદ્ધિના ગણાઈએ છીએ. સ્વરાજ્યની લડતના અહીં પાયા નંખાયા છે. આપણે જયાં ભૂલ સુધારવાની લાગે ત્યાં સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ મગજનું સમતોલપણું ન ગુમાવવું જોઈએ. આપણે ઠીક ઈશું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org