________________
ભારતના શિરછત્ર
૧૩૯ આ ખ્યાલો સરદારને મૂળ સંકય ન સમજાવાથી પેદા થયા છે પ્રત્યક્ષ જે કાંઈ જરૂર હોય તેને મજુદા સાધન વડે પહોંચી વળીને પણ પ્રજાના સ્વરાજની તાકાત વધારવી, તે સૌ વાનાં સારાં થશે, એ એમની મૂળની સાદી સમજ છે. અને સામાન્ય ગુજરાતની પણ વહેવાર માટે એ જ સમજ હોય છે. તેથી જ સરદારને ગુજરાતના બધા વર્ગો પિતાના કરી શકતા હતા.
આ વહેવારુ સમાજમાં સરદારે એક વસ્તુ ઉમેરી લીધી તે એ કે, આ સમજ ગાંધીજીના આદર્શ ખાતે અર્પણ કરવી. તેથી જ કરીને સરદાર લોકશાહી વિચારણાને હંમેશ ચાહતા અને તે એમને પ્રિય હતી. એટલું જ નહીં, લોકશાહી ઢબ એટલે વેવલું પિચકાપણું નહીં; તેમાં પણ શિસ્તબદ્ધ કાર્યપ્રવરતા રહેલી છે, એ વસ્તુ તે ગુજરાતને દેખાડી શક્યા.
૧૯૪૭ પછી – એટલે કે, દેશની રાજદ્વારી લગામ દેશવાસીઓના હાથમાં આવ્યા પછી સરદારે પોતાની મૂળ વસ્તુને જ આગળ ચલાવી. નવા સંજોગોને તેમાં ઉપયોગ કર્યો ને તદનુરૂપ કામ ઉપાડયાં એટલું જ. એમને મન મૂળ વાત એક જ હતી – દેશની શક્તિ વધારવી અને તેના કલ્યાણનાં કામો કરવામાં તેને વાળવી.
કેટલાક લોક કહે છે કે, સરદાર ૧૯૪૭ પછી બીજાં જ દેખાયા તે મોટા રાજપુરુષ બન્યા. આ અધુ સારું છે. પરરાજમાંથી સ્વરાજ આવ્યું તેથી સરદારની મૂળ શક્તિ બીજા રૂપે જોવા મળી એ ખરું. બાકી '૪૭ થી સરદારનું કામ એક જ હતું. દેશની તાકાત હવે કયાં કામ કરીને વધારવી? દેશી રાજને વ્યવસ્થિત કરી લેવાં જેથી ભારત અખંડ બને, નોકરશાહીને હાથમાં લેવી, વગેરે કામો એક પછી એક ઉપાડવા પાછળ આ નજર રહેલી હતી. આ બધાં કામો એમના બાગના હતા; તેમને એની હથોટી હતી. મેટું કામ રહેતું હતું દેશની અર્થવ્યવસ્થા સાબૂત કરવાનું. આ કામ મોટું છે, અટપટું છે. સરદારનું લક્ષ એમાં પણ હતું. એને પહોંચી વળવા માટે દેશ એકત્ર બની વ્યવસ્થિત ને સંગઠિત તે રહેવું જોઈએ. એ વગર લોકશાહી પણ ન જ નભે, અને કામ તો કાંઈ જ ન થાય. આ સાદી લોક સમજ સરદારે વ્યાપક એવા સામુદાયિક ક્ષેત્રમાં ઉતારી.
છેલ્લે છેલ્લે તે આ કામમાં હતા. તેમાં તેમને હમેશ ગાંધીજી યાદ આવતા હશે. તે હોત તે કેટલું કામ થાત ! - એમ એમને છેલા ગાંધીવિહોણાં વરસમાં લાગ્યા કર્યું છે. પણ એથી એમને એમ થતું કે, આ કામ કરવાનું મૂકીને બાપુજી ગયા છે; તે કરવા માટે હું જો જીવું છું તો જીવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org