________________
“શું-શાં ચાર, તે “યસ મૅડમ સાડા ત્રણ!
૧૯૫૫ના જૂન માસથી ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ગુજરાતી થયું. એ વાતને આજે ચાલીશ વર્ષ થયાં. વિજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, મને વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ જેવા અનેક વિષયોમાં ગુજરાતી વાપરવાને નિર્ણય થશે. લલિત સાહિત્ય ઉપરાંત કેટલા બધા નવા વિષયોમાં સાહિત્ય ઉત્પન્ન કરવાની તક ઊભી થઈ! ગુજરાતી સાહિત્ય પરિષદે આ બાબતમાં ખાસ પગલાં લીધાં હોય તેવું જણમાં નથી. હા, અમદાવાદ ખાતેના એક અધિવેશનમાં વિક્રમ સારાભાઈના પ્રમુખપદે વિજ્ઞાન વિભાગ
જય હે તેવું યાદ છે. વિજ્ઞાનક્ષેત્રમાં ગુજરાતીમાં સાહિત્ય ઉત્પન્ન કરવાની આ તકને સાહિત્ય પરિષદે જરાયે લાભ ન ઉઠાવ્યો.
કલકત્તામાં ભરાયેલી એક આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં. બ્રાયન વિલ્સને એક વાત કરેલી. ૧૬મી સદી સુધી ઇંગ્લેન્ડમાં સઘળું શિક્ષણ લેટિનમાં થતું. ૧૬મી સદીના અને "ભાગમાં' કઈકે સૂચવ્યું કે શાળાનાં પુસ્તક લેટિનને બદલે અંગ્રેજીમાં લખાવાં જોઈએ. ત્યાં તે શિક્ષિત સમાજમાં હે હે થઈ ગઈ. અંગ્રેજી ભાષા તે એટલી વિકસિત નથી, લેટિન વગર શિષ્ટ વિશે કેવી રીતે શીખવાય! આ વાત કહીને વિશ્વને ઉમેર્યું, “The argument sounds tamiliar, isn't it?" It... :
ગુજરાતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અને ગુજરાતી ભાષાના શિક્ષણ વચ્ચે ગાઢ સંબંધ છે. અંગ્રેજીમાં શિક્ષણની વાત તે અત્યારે એ ચર્ચાનો મુદ્દો છે માટે લખી છે. ખરું જોતાં બાળકના સમગ્ર શાળેય શિક્ષણને માતૃભાષાના શિક્ષણ સાથે ગાઢ સંબંધ છે. આ અંગે લંડનની શાળાઓમાં એક પ્રયોગ થયો હતો. - લંડનની કાઉન્ટી કૌસિલની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં ૧૬ ટકા જેટલા વિદ્યાર્થીઓની માતૃભાષા અંગ્રેજી નથી, પણ બંગાળી, ગુજરાતી, પાબી, ઉર્દૂ કે આફ્રિકાની કોઈ ભાષા છે. હવે સરકારની નીતિ તો સ્પષ્ટ છે કે આ બાળકોએ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી જવું જોઈએ. તેથી શાળામાં શિક્ષણની ભાષા તે અંગ્રેજી જ રહેશે. પણ કૌસિલના શિક્ષણશાસ્ત્રીએને થયું કે આ પરિસ્થિતિની બાળકના શિક્ષણ ઉપર શી અસર થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org