________________
રાષ્ટ્રપિતાનું નિવાણ એમાં એમની લોકોત્તર વિલક્ષણતા છે; એ અર્થમાં એ અજાતશત્રુ છે, કેમ કે એમનામાં સામેથી શત્રુભાવ જન્મી શકતો નથી. કેવળ દયાસ્વરૂપ પ્રભુની પેઠે તેઓ જાગ્રત રૂપે અને સદાકાળ દયા, કરુણા, ન્યાય અને સત્ય જ જુએ છે, જાણે છે, અને વર્તવા મળે છે. બાકી એમનેય દુશ્મન તે હેય છે. પરંતુ તે સામેથી દુશમન નથી બનતા.
આ સંબંધ વિચારતાં ભગવાન ઈશુનું પેલું વાકથ યાદ આવે છે – (તેનો સાર આ કહું છું :) “જો માનતા કે હું આ લોકમાં તમે સમજો છો એવી શાંતિ લઈને આવ્યો છું. હું તો ધર્મની તલવાર લઈને અવતર્યો છું. એથી કરીને ભાઈ ભાઈ, બાપ-બેટો, પતિ-પત્ની – સૌ વચ્ચે બખેડા જાગશે.
ઈશુ જેવા લોકોત્તર બધા જ પુરુષોને આ વાક્ય લાગુ પડે છે. કોઈ સારું કહો કે નઠારું, નિદો કે સ્તવન કરે, માને કે ન માને, તેવા લોકો અમુક કાર્ય કર્યો જ જાય છે. એ કોઈ ગેબી અવાજ સાંભળતા હોય છે અને એના નાદમાં ચાલે છે. એમાં રાગદ્વેષ, શામિત્ર, ઇ૦ જેવાં દ્રોનો સવાલ નથી હોતો. તેઓ બસ જે લાગે છે તે કરે જ છે – એમાં કોઈ બીજાનું સાંભળતા નથી. કારણ કે, પોતાના બેલીને નાદ મળ્યા પછી બીજા કેનું તે સાંભળે? શું કામ સાંભળે? અરે, બીજું આ જગમાં છે શું કે જે એમને સંભળાવી શકે?— જેને એ સાંભળવા માટે ધારે તે સાંભળી શકે?
આ અવાજને જ બાપુ અંતર્નાદ, અંતરાત્માનો અવાજ, ઈશ્વરનો કોલ કહેતા. એ પણ એવો કેલ લઈને આવેલા માણસ હતા. એવાં માણસના માનસને માટે અર્વાચીન માનસશાએ એક શબ્દ યોજ્યો છે – “ક્રાઈસ્ટ કોપ્લેકસ’ – (કુરબાન-ગથી). એવા અવાજને વફાદાર રહેવા માટે કુરબાન પણ થઈ જવાની ઊંડી તમન્ના તેઓને હોય છે. "કરેંગે યા મરેંગે” એમનું જીવનસૂત્ર હોય છે. ખરું જોતાં આ ગુણ મનુષ્યમાત્રામાં હોય છે : પેગંબરોમાં તે પરમ માત્રાએ પહેચે છે એટલું જ. એટલે સુધી કે, મનુષ્યો તેમને દેવ જ બનાવી દઈ તેમની અલગ જાત જ કરી દે છે. એથી જ આઇન્સ્ટીને બાપુને વાસ્તે કહ્યું હતું
પેઢીએ બાદ લોકોને એમ માનવું પણ મુશ્કેલ પડશે કે, ગાંધી જે માણસ ખરેખર આ ભૂમિ પર વિચરતો હતે.”
કદાચ આને કોઈ સાચું ન માને તો તે પૂર્વના પેગંબરો, સંત મહાત્માઓ વિશેના પિતાના ખ્યાલ યાદ કરે. દુનિયા કરતાની દંતકથા કે દિવ્યકથા જ કરી મૂકે છે. અને પછી એ જ દંતકથાની ન દિવ્યકથાની ગૂઢતામાં સમાજને ગૂંગળાવી મારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org