________________
એક ઝલક
આઇન્સ્ટીન કહે છે તેનાથી ઊલટું પણ વિચારવા જેવું છે:— પેઢીઓ ઉપર થઈ ગયેલા આવા પુરુષા ખરેખર આપણા જેવા માણસ હતા, એમ ગાંધીજીને જોઈને આપણે એમના સમકાલીને નથી સમજ્યા? બાપુએ પોતાના જીવનથી આપણને પૂર્વના અવતારો કે પેગંબરનાં જીવન અને ઇતિહાસ સમજવામાં અને ગૂઢતામાં ઢંકાઈ ગયેલી તેની હકીકતો પકડવામાં મદદ નથી કરી? લેકોત્તર જીવન અને કાર્યને લેાકેાત્તરતા વડે જ સમજી શકાય છે. બાપુએ લાકોત્તરતા આપણે એમનાં સમકાલીનાને આપી; તેથી જ આપણે ઊંચાં ચડયાં. એ મહાપુરુષે માટીમાંથી માનવી ઘડવાં, ગુલામીમાંથી આઝાદી જન્માવી, અપમાનમાંથી સ્વમાન શીખવ્યું, નિર્વીર્ય નિષ્ક્રિય ક્રોધમાંથી સત્યાગ્રહી ખરતાને ચટકો લગાડયો, રીંછ વાનર જેવાં નબળાં વાટે રાવણ જેવા સામ્રાજ્યને માત કર્યું, – આ બધાના મર્મા પણ એ લોકોત્તર પદાર્થ-પાઠ આપણે જોયો તેમાં સંતાયેલા છે. ધર્મ, શ્રાદ્ધા, સદાચાર, સાધુતા, સત્યનિષ્ઠા ઇ સંતવિભૂતિને કેવળ દૂરથી દર્શન અને સંકીર્તન યાગ્ય માનનારને તેમણે દેખાડયું કે, તે આચરી શકાય છે અને તેમાંથી ઇચ્છિત ઐહિક ફળ પણ મળે છે.
૧૨૪
આ વસ્તુ બાપુનું યુગકાર્ય છે. આવા યુગકાર્યને જન્માવવાની પ્રક્રિયા લેાકજીવનમાં સદાય ચાલે છે; તેથી જ આ લેાક રહેવા જેવા બને છે અને સદાકાળ ટકે છે. જગતના સનાતન ઇતિહાસને આ કાયદો જ છે. એને જ ગીતાકારે ઈશ્વરના ‘દિવ્ય જન્મ અને દિવ્ય કર્મ' (૪-૯) કહ્યાં છે અને જણાવ્યું છે કે, એનું તત્વ પામનાર માણસ આ ભવસાગર તરી જાય છે.
બાપુજીએ, આપણા યુગમાં કર્યું દિવ્ય કાર્ય કરવાનું છે અને તેને શી રીતે જન્માવવું, એ ખાળીને આપણા દેશને આપ્યું. સૈાંની ગુલામીથી હિંદીઓનું જીવન ધર્મ, અર્થ ઈ૦ બધાં ક્ષેત્રોમાં ઊતરી ગયું હતું. તે વગર ગુલામી ટકે પણ શી રીતે? એટલે એમ પડેલું જીવન જો પાછું ઊઠે, તો જ ગુલામી નાબૂદ થાય. એક પેઢીમાં બાપુએ એ જીવન ઉઠાવ્યું. તેથી હિંદમાં એવી સ્થિતિ જન્મી કે ગુલામી રહી ન શકે.
એની રીત એ હતી કે, શત્રુતાને સાધુતાથી પડકારવી, ટિળક મહારાજ અને બાપુ વચ્ચે જો મેાટો ફરક હોય તે આ વાતના હતા. ગાંધીજી રાટ પ્રતિ સત્યને જીવનમંત્ર માનનારા હતા. એમ કહેા કે, એ પ્રવર્તાવવા એ જીવ્યા; અને હવે કહી શકાય કે, તેને ખાતર શહીદ થયા. આવા ઉગ્ર પ્રયત્ન છતાં ‘રાજકારણમાં સાધુતા ન ચાલે ’ એ માન્યતા એક યા બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org