________________
ગાંધી-સાહિત્યના સ્વાધ્યાય કરા
૧૩૫
રૂપે ચાલુ જ રહી; અને છેવટનું ગાંધીજીનું બલિદાન એમની આ સત્યાગ્રહપદ્ધતિને ખાતરનું બલિદાન ગણાવું જોઈએ. દુશ્મન સામે દુશ્મનાવટથી વર્તવાથી સારાંશે દુશ્મનાવટ જ વધશે અને કોઈ કાળે શાંતિ નહિ જન્મી શકે, એ સનાતન તત્ત્વ પર મદાર બાંધી, તે અત્યારના આપણા દેશના દુ:ખયુગમાંથી પણ માર્ગ શોધી આપવા માગતા હતા.
એ રીત કાંઈ નવી નહાતી; એ જ રીતે કામ કરીને તે વર્તતા આવ્યા હતા; અને એમને સિદ્ધ કરવું હતું કે, એ જ રીત આ નવી પરિસ્થિતિમાં પણ કામ દેશે. એમની કુરબાની આને લેખે હતી. ભૂતમાત્રના તે અને ટા હતા, મિત્ર હતા, કરુણામય હતા. ‘નિવાપાંજલિ ’માંથી]
મગનભાઈ દેસાઈ
ગાંધી-સાહિત્યના સ્વાધ્યાય કરો
આજે ગાંધીજીને નજરે જોનારી અને તેમની સાથે કાંઈ ને કાંઈ કામ કર્યાના લહાવા માણનારી પેઢી કાળધર્મને વશ થતી જાય છે. નવી પેઢી એવી છે કે તેણે એમને જોયા નથી. તે પછી રાષ્ટ્ર માટે આદરેલા તેમના કામમાં ભાગ લેવાની તે! વાત જ કયાં રહી? અરે! એમના આ કામના ઇતિહાસની રૂપરેખા અને તેના મુદ્દાઓ પણ તેઓ જાણતા નથી. આ વસ્તુ એક ભર્થંકર શૂન્યતા જેવી ગણાય. તેમાં પછી જે કાંઈ આડુંઅવળું ભરાય તે ભરાય છે. આ વસ્તુ સંસ્કૃતિની દૃષ્ટિએ ખૂબ ચિંતાજનક છે.
51
તે પછી ઉપાય શો? સાહિત્ય કાંઈક કરી શકે. આવી પેઢીએ હવે ગાંધીજી અને તેમના જીવનકાર્ય તથા ફિલસૂફી અંગે સાંભળવું કે વાંચવું રહ્યું. આ કામ સારી પેઠે થવું જોઈએ. શાળા-મહાશાળામાં તથા પ્રૌઢોમાં બધે એ ચાલવું જોઈએ. લેાકરુચિ મુજબ ભાત ભાતની રીતિથી તે થવું જોઈએ.”
૨૯-૭-૫૮ ‘પ્રવેશિકા ’માંથી]
-મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org