________________
જાહેર સંસ્થા–સમાં શ્રી. મગનભાઈની ગણતરી જાહેર સંસ્થામાં થાય ! પણ સંસ્થાને વ્યક્તિત્વ હોતું નથી; જ્યારે શ્રી. મગનભાઈનું વ્યક્તિત્વ તરી આવે એવું છે. અભ્યાસુ વૃત્તિ કદાચ વિદ્યાર્થી-જીવન ગાળતા ત્યારે હશે તેવી જ તીવ્ર છે. અભ્યાસ કર્યા વિના મત પ્રદર્શિત તેમણે કર્યો હોય તે ખ્યાલ નથી. તે કારણસર જ તેમણે રિકન પત્રોનું તંત્રી સ્થાન દીપાવ્યું. ગાંધીજી, મહાદેવભાઈ અને કિશોરલાલભાઈની પરંપરા જાળવી રાખવી એ સહેલું ન ગણાય.
વિચારપૂર્વક મત બંધાયો હોય તે માટે આગ્રહ રાખવો એ સત્યાહીનું લક્ષણ છે. મત બાંધતા અગાઉ શ્રી. મગનભાઈ કદી મૂંઝાતા હશે; પણ તે બંધાયા પછી દઢતાથી તેને વળગી રહે છે તેટલું જ નહીં પણ તે મત પ્રતિ બીજાને વાળવા તે પોતાની ફરજ સમજે છે. પ્રચારક તરીકે તેમનું સ્થાન ઉચ્ચ છે. લખવામાં કે બોલવામાં સચોટ દલીલ રજૂ કરવાની શક્તિ તેમણે ખૂબ ખીલવી છે. અભિનંદન ગ્રંથમાંથી].
વૈકુંઠભાઈ લલુભાઈ મહેતા
સંસદીય જીવનઝરમર
મુંબઈ રાજ્યના સંસદીય જીવનને ઇતિહાસ તપાસીએ, તે તેને મોટે ભાગે ચાર તબક્કાઓમાં વહેંચી શકાય તેમ છે. પહેલો તબક્કો ૧૮૬૦ થી ૧૯૨૧ સુધીને; બીજો તબક્કો ૧૯૨૧ થી ૧૯૩૫ સુધીને; ત્રીજો તબક્કો ૧૯૩૫ થી ૧૯૪૭ સુધીના અને ચોથે તબક્કો ૧૯૪૭ થી એટલે કે સ્વાતંત્રયપ્રાપ્તિ પછીને.
પહેલા તબક્કાને વિચાર કરીએ છીએ ત્યારે આપણને તે સમયના ધુરંધર રાજપુરુષે, લોકમાન્ય તિલક, ફીરોઝશાહ મહેતા, ગોપાલ કૃષ્ણ ગોખલે, દીનશા વાચ્છા વગેરે મહાન વિભૂતિઓની સ્મૃતિ તાજી થાય છે.
( ૧૮૬૦ થી ૧૯૨૧ સુધી મુંબઈ રાજ્યમાં ધારાસભાની એક નાનીશી આવૃત્તિ કહી શકાય તેવી ગવર્નરની કાઉન્સિલ હતી, જેની સભ્યસંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org