________________
૧૨૦
એક ઝલક * શ્રી. મગનભાઈના લખાણમાં “શું કામ', “કેમ કરતાં, કેમનુંએ પ્રાદેશિક લઢણો વારંવાર આવ્યા કરે છે એ મારી જેમ કેટલાકને કઠતી હશે. (ગોવર્ધનરામ અને નાનાલાલમાં “કયા ને બદલે કિયા'ને પ્રયોગ માંડ મને કોઠે પડવા માંડ્યો છે.) પ્રાદેશિક લઢણો સાચવવામાં ભાષાને લાભ છે અને
કેમ કરતાં એ કોઈક વાર ગ્યતમ પ્રયોગ હોઈ શકે છે, પણ આ જાતના પ્રયોગેનું બાહુલ્ય લેખકની આગવી રીતિ-લઢણ (Mannerism). રૂપે ધ્યાન ખેંચ્યા કરે એવો સંભવ છે, એ જ મારું કહેવું છે. “લેયા કરવું? (પૃ. ૯૨) શિષ્ટમાન્ય નથી અને “કરેલતા' (પૃ. ૬૧) પણ જરીક ખેંચેતેં.
શ્રી. મગનભાઈની વાડમયસેવા અંગે એ નેધવા જેવું છે કે, એમનું ઘણુંખરું લેખનકાર્ય શિક્ષક હોવાને કારણે એમણે કર્યું છે. ૧૯૩૧માં વિદ્યાપીઠ સ્વરાજ વિદ્યાલયનો વર્ગ શરૂ કર્યો તેના અભ્યાસકમમાં સત્યાગ્રહની મીમાંસા નામને નો વિષય હતે. તે શીખવવાનું ભાગે આવતાં એમણે એ વિષયનું પુસ્તક તૈયાર કર્યું, – જેને ગૂજરાત વિદ્યાપીઠે પછીથી, પોતે અત્યાર સુધી આપેલી એકમાત્ર, “પારંગત’ ઉપાધિને પાત્ર લેવું. હિંની એક વેપારરૂાહી લખવામાં પણ શિક્ષણકાર્ય નિમિત્ત છે : “આ પુસ્તકની ઉત્પત્તિ ગુજરાત વિનયમંદિરના ત્રીજા ધોરણને ઇતિહાસનો વર્ગ લેવાના મારા કામમાંથી છે.' જે વિષય શીખવવાને આવે તે અંગે પુસ્તક તૈયાર ન હોય તો હારી ખાવું નહીં, શીખવવાના પ્રયત્નોને અંતે બની શકે તો પોતે જ એ તૈયાર કરવા જેટલી સજજતા કેળવવી – એવી વાડમય પુરુષાર્થની દષ્ટિ આ જાતનાં પુસ્તક પાછળ રહેલી છે.
એક બીજી વસ્તુ પણ સાથે સાથે જ નેધવી યોગ્ય છે. શ્રી. મગનભાઈએ અસહકાર વખતે કૉલેજ છોડી ત્યારે એમનો અભ્યાસવિષય ગણિત હતો. ગણિત એ બૌદ્ધિક સજજતા કેળવવામાં ઉત્તમ ગણાય છે, એનો એમને લાભ મળ્યો હોય તે. બાકી એમણે સીધે અભ્યાસ કરવા ન મળ્યો હોય તેવા વિષયો અજમાવ્યા છે. પણ એમાં હમેશાં નમ્રતા જોવા મળે છે અને સ્વાધ્યાયની – આત્મશિક્ષણની વૃત્તિ પણ. સત્યાગ્રહની મમતાના નિવેદનમાં તે પુસ્તકમાં કરેલા યુપીય રાજનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના લેખકોના ઉલ્લેખો વિશે કહે છે: “તે શાસ્ત્રમાં મારી પારંગતતા છે જ નહીં. એક સામાન્ય અભ્યાસીને ધોરણે એનું મારું જ્ઞાન ગણાય.” નઝારાન આદિ સંપાદનોમાં પણ કોઈ અર્થ બેસતું ન હોય તે ત્યાં પ્રશ્નાર્થ મુકીને એ આગળ વધે છે. આ નવી રીત છે. સાથે સાથે જ, પિતે હાથ ધરેલા વિષયમાં બરોબર પ્રવેશ મેળવી તેમય થવામાં જે જહેમત ઉઠાવવી જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org