________________
અમે એમના પહેલા ખેાળાના....” તેમાં એ પાછી પાની કરતા નથી, તે નાતનો સમાવતી નો પુરૂનાં એમનાં ટિપણ ઉપરથી જોઈ શકાય છે.
શ્રી. મગનભાઈની વાડમયસેવામાંથી સૌ સાહિત્યસેવીઓ માટે એ પદાર્થપાઠ રહે છે કે, નિષ્ઠા, ખંત અને પરિશ્રમપૂર્વક શબ્દની ઉપાસના કરવામાં આવે, તે પચીશી જેટલા સમયમાં કેટલાં વિવિધ ક્ષેત્રોમાં અને કેટલું મહત્વપૂર્ણ અર્પણ કરી શકાય છે.
બ્યુમિરતઃ સંસિટિં મતે નક્ક | “અભિનંદન ગ્રંથમાંથી)
ઉમાશંકર જોશી
અમે એમના પહેલા ખેાળાના ...' મહાવિદ્યાલયની પ્રથમ ટુકડીના અમે વિદ્યાર્થીએ પિતાની જાતને કંઈક વિશેષ માનતા હતા. એનાં કારણો, અમે ૧૯૪૨ની લડતમાં જેલમાં ગયા હતા, ચાલુ કેળવણીને ત્યાગ કરીને વિદ્યાપીઠમાં દાખલ થયા હતા, અને સ્વરાજની સાથે શરૂ થયેલા પુણ્યશ્લેક મહાદેવભાઈની પવિત્ર સ્મૃતિથી સંકળાયેલ મહાવિદ્યાલયના પહેલા વિદ્યાર્થી હોવાનું અમારું ગૌરવ, એ હશે. કયારેક અમારા અધ્યાપકોને અમે એમ કહીને પજવતા પણ ખરા. એક દિવસ અમારા સુથારી વિદ્યાના અધ્યાપકે અમને ધમકી આપી કે, “હું મગનભાઈને કહી દઈશ.” મેં જવાબ આપ્યો, “અમે મગનભાઈના પહેલા ખેાળાના લાડકા વિદ્યાર્થી છીએ, એ સમજીને તમે તેમને અમારા વિશે ફરિયાદ કરજો”
, અને અમારા એ અધ્યાપકે મગનભાઈને ફરિયાદ કરી દીધી અને તે પણ ખાસ કરીને મારે અંગે જ હોવી જોઈએ. કારણ, મગનભાઈએ મને એકલાને જ બોલાવ્યો હતો. હું કંઈક ડરતા ડરતો એમની ઑફિસ પાસે પહોંચ્યો; તેમની મારા પર નજર પડે તે રીતે બારણા પાસે ઊભો રહ્યો. “પધારે,” તે હસતાં હસતાં બોલ્યા. મારો નામનો ભય ઓગળી ગયો. એમણે પૂછયું, “તું વર્ગમાં તેફાન કરે છે?” “હું એકલો તોફાન કરતે નથી. ૫૦ છો૦ પટેલ પણ...” મેં વિદ્યાર્થીને શોભે તેવો બચાવ કરવા પ્રયાસ કર્યો.
“તું તેફાન કરે છે એ માટે મેં તને નથી બેલાવ્યો. પણ તું કહે તેમ તમે બધા પહેલા ખાવાના છે, તે પહેલા ખેાળાનું છોકરું તોફાન કરે કે માને પરવડે; પણ એ અભ્યાસમાં કાળજી ન રાખે તે નહીં પરવડે. . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org