________________
મીઠાં સંભારણું એક પ્રસંગ છે શ્રી. મગનભાઈના મજાકી સ્વભાવને. મને ફૂલને ખૂબ જ શેખ. સામાન્ય રીતે મારા માથામાં તે બેસેલાં જ હોય. એક દિવસ કહે છે, “અરે! આ ઝાડ ઉપર તે કંઈ નવાં નવાં ફૂલ ઊગે છે ને! મને ફૂલ તોડવાની છૂટ છે કે?' એમ કહીને એમણે તે ફુલ લેવા માટે હાથ લાંબો કર્યો; પણ કાંઈ ફૂબબુલ હાથ લાગ્યું નહીં. એટલે કહે છે કે,
આ તે ખસતું ઝાડ છે. કૂલ લેવાની ના પાડે છે.' આમ, જેવા સાથે તેવા થઈને વાતો કરવા જ માંડે. એટલે જ ભલે મગનભાઈ મોટા હોવા છતાં અમને અમારામાંના એક લાગતા. તે પહેલાં એમ લાગતું કે, વળી આવા મોટા માણસ તે આપણી સાથે બોલતા હશે? આપણા જેવાં તે કેટલાંય મળે એમાં આપણે શું વિસાતમાં. પણ ના. એમને મન તે પિતાને સ્વભાવ નાના સાથે નાનાને અને મોટા સાથે મોટાને આજ પર્યત રહ્યો છે. ભલે ને વાઈસ-ચાન્સેલર થયા, છતાં રસ્તામાં મોટરમાં જતા હોય, તે ઊભી રાખીને પણ બેસાડી લે. અભિનંદન ગ્રંથમાંથી)
તારાબહેન ઈશ્વરભાઈ અમીન
અમારું અહોભાગ્ય ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લેવાનું મને મળ્યું, તેને મારા જીવનનું અહોભાગ્ય સમજું છું. ઈo સ0 ૧૯૪૭માં સ્વ૦ મહાદેવભાઈ દેસાઈના સ્મરણાર્થે વિદ્યાપીઠમાં શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયનું કામ તા. ૨૮-૬–૪૭ થી શ્રી મોરારજીભાઈ દેસાઈના શુભ હસતે શરૂ કરવામાં આવ્યું.
ત્યારે બહેનેને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવાની સગવડ ન હતી. ૧૯૪૭ના જુન માસથી એક વિદ્યાર્થિનીથી, આચાર્ય કૃપલાનીજી જે ઘરમાં રહેતા હતા તેમાં, કન્યા છાત્રાલય શરૂ થયું. આ કન્યા છાત્રાલય શ્રી મગનભાઈ અને શ્રી. ડાહીબહેનની પ્રેરણા, હૂંફ અને માર્ગદર્શનથી વિકસતું ગયું છે.
ઈ. સ. ૧૯૫૦માં કન્યા છાત્રાલય માટે સુંદર સગવડવાળું જે નવું મકાન રૂ. ૩૬,૩૫૩ના ખર્ચે બાંધવામાં આવ્યું, તેમાં એક કુશળ ઇજનેરની
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org