________________
અમારું અહોભાગ્ય અને તેની ભૂમિકા સમજાવતા. તેમાં ગમે તેટલે સમય જાય તેની તેઓ પરવા કરતા નહી.
કેળવણીની દૃષ્ટિએ શ્રી. મગનભાઈએ સહશિક્ષણને સફળ પ્રયોગ સતત જાગૃતિપૂર્વક કર્યો છે. તેમાં તેમણે અમને સ્વતંત્રતા અને સુરક્ષિતતા અર્પે છે. વિદ્યાપીઠના કન્યા છાત્રાલયમાં કેટલાક નવા સારા ચીલા પડયા છે, જે આપણી છાત્રાલય-જીવનની અને શિક્ષણની વિકાસ પ્રવૃત્તિમાં ઉપયોગી નીવડશે. આ રીતે જે નવા સુધારા દાખલ થયા છે, તેમાં નીચેના ગણાવી શકાય :
૧. કન્યા છાત્રાલયમાં સંપૂર્ણ સ્વતંત્રતા છતાં પવિત્ર વાતાવરણ રાખવાને સતત પ્રયત્ન થાય છે.
૨. છાત્રાલય એ વીશી, લૉજ કે ધર્મશાળા મટીને કેળવણીની સંસ્થા થાય અને છાત્રનું ચારિત્ર ઘડાય તે રીતે તેને વિકસાવવાનો પ્રયત્ન થાય છે.
૩. છાત્રાલયમાં પ્રાર્થના, વ્યાયામ, સફાઈ, ઉત્સવો, સંગીત, સ્વાવલાંબી રડું, હસ્તલિખિત, ચર્ચાસભા, વ્યાખ્યાન, સુશોભન-હરીફાઈ, વિદ્યાર્થીસ્વરાજ, વિદ્યાર્થી-સહાયક મંડળ જેવી પ્રવૃત્તિઓ છે.
૪. છાત્રાલયમાં વિનયમંદિરની નાની બહેને રહેતી થઈ છે. ૫. છાત્રાલય-જીવન પ્રજાના પ્રત્યક્ષ જીવનને અનુરૂપ થતું જાય છે. ૬. સંસ્થા વાલીઓ સાથે વધારે ને વધારે સંસર્ગ સાધતી રહે છે.
આમ વિદ્યાપીઠમાં નાનાંમોટાં બધાં કામોમાં, બધાં કુટુંબોમાં, છાત્રાલયમાં, કાર્યકર્તાઓમાં શ્રી. મગનભાઈ અને શ્રી ડાહીબહેન ઓતપ્રેત છે જ. કોઈ દિવસ એ યાદ નથી આવતે કે શ્રી. મગનભાઈ અને ડાહીબહેન અમદાવાદમાં હોય અને અમારા છાત્રાલયમાં પગ મૂક્યો નહીં હોય. મારી ઓરડીમાંથી તેમને હીંચકો દેખાય. મોટા ભાગની તેમની મુલાકાત અને લેખન પ્રવૃત્તિ હીંચકા ઉપરથી જ ચાલે. તેમના હલનચલનમાં અને બેસવા ઊઠવામાં એક પ્રકારનું બાદશાહીપણું છે. હંમેશાં ઊંચે મસ્તક રાખીને બેસવાની અને ઉન્નત કાર્યો કરવાની તેમની ટેવ છે. કોઈ પણ મંડળમાં તેઓ બેઠા હોય તો સ્વાભાવિક રીતે બધા એમની આસપાસ જ વીંટળાય છે. અમારી ઓરડીમાં તોફાન મસતી કરતાં હોઈએ કે રાત્રે મોડા સુધી વાંચતાં હોઈએ તે તેમના હીંચકા પરથી તે બાદશાહની જેમ વિનોદ કરતા હુકમ કરે કે જેનો ઇન્કાર કરવાની અમારી મગદૂર ન હતી. તેમની શાંત, તેજસ્વી અને ચકોર આંખે અમને પકડી લેતી. એ૦ – ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org