________________
એક ઝલક આખી વાત સરકાર અને કૉર્પોરેશન આગળ ૨જ કરી અને ખાતરી કરાવી આપી કે, આશ્રમની હદ કાપવી તે બરાબર નથી. કૉર્પોરેશને વાંધો પાછો ખેંચી લીધો અને પરિણામે આશ્રમની મૂળ હદ કાયમ રહી.
કોચરબ આશ્રમની ઉત્તર તરફ એક ખુલનું મેદાન છે જ્યાં આજે ગાંધીકુંજ હાઉસિંગ સોસાયટી બની છે. દેશપરદેશના ઘણા મુલાકાતીઓ અને મિત્રો આ મેદાન મેળવી લેવા માટે અમને સલાહ આપતા હતા. હું લોભમાં પડ્યો અને મેં તેને માટે તજવીજ શરૂ કરી. મને એક દિવસ મગનભાઈએ પાસે બેસાડીને કહ્યું, “જુઓ પુત્ર છો, આપણે એ વસ્તુ બરાબર સમજી લેવી જોઈએ કે, આ સ્મારક, બહારથી ચાહે એટલું નાનું દેખાતું હોય પણ તે આજે જેની હયાતી નથી તે પૂ. બાપુના સત્યાગ્રહ આશ્રમની કલ્પનાને મૂર્ત કરે છે. એ રીતે આશ્રમના આદર્શનું એ જગદૂવ્યાપી સ્મારક છે. પૂ૦ બાપુ જેની હિમાયત કરતા હતા તેવી પ્રવૃત્તિઓ આપણે વધુ ને વધુ અહીં વિકસાવવી જોઈએ અને ખાલી આશ્રમની મિલકત વધારવાના લોભમાં આપણે નહીં પડવું જોઈએ.”
કોચરબ આશ્રમની સીધી જવાબદારી વિદ્યાપીઠે સંભાળ્યા પછી તેને વિકસાવવા એમણે ભારે પ્રયત્ન કર્યા છે. ગાંધીજીની દષ્ટિએ વિચાર કરીને તેઓ આશ્રમનું કામ પિતાની સ્વતંત્ર દષ્ટિથી ગોઠવે છે. અમદાવાદમાં હોય ત્યારે ખાસ વખત કાઢીને પણ આશ્રમના ઉન્સ અને બીજા કાર્યક્રમોમાં ભાગ લીધા સિવાય રહેતા નથી.
જ્યાં આગળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પિતાના મહાન યજ્ઞને માટે જમીન ખેડી હતી તથા જ્યાં આગળથી હિંદને માટે તેમને ચાસમાંથી કાંતિકારી ફરજંદોની પ્રાપ્તિ થઈ, તે આશ્રમનું શ્રી. મગનભાઈ ધ્યેયનિષ્ઠાથી સંચાલન કરે છે.
તેમને નિષ્ઠાવાન, પવિત્ર અને સેવામય જીવન સૌને સદાય પ્રેરણા આપતું રહા, અભિનંદન ગ્રંથ'માંથી)
પુત્ર છે. પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org