________________
સ્પષ્ટવક્તા
બાપુ ગયા પછી બાપુના અહિંસક પ્રતિકારના અને વ્યાપક દૃષ્ટિકોણના વારસાને વળગવાના પ્રયત્નો કરનાર પૈકીના મગનભાઈ એક છે. આમ તો મગનભાઈનું સ્વાભાવિક ક્ષેત્ર કેળવણીનું છે. આજે પણ વિદ્યાપીઠ અને ‘મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલય પાછળ તેઓ પ્રાણ રેડી રહ્યા છે, તે એનું જીવંત પ્રમાણ છે. બાપુની વિદાય પછી રિકન પત્રો ચલાવવામાં જેને સદૂગત કિશોરલાલ મશરૂવાળાનો મુખ્ય ફાળે હતે, તેમ તેમના એક સ્વતંત્ર વિચારના સાથી તરીકે મગનભાઈને ફાળો પણ ઓછો નહોતે. જોકે આજે પરિસ્થિતિવશ તે પત્રો બંધ થયાં છે, પરંતુ મગનભાઈની સાહિત્યઉપાસના અને લોકઘડતરના વિચારો આપતી કલમવાળા છાપાં ચાલુ જ છે.
એમની કલમમાં ઠાવકાપણું છતાં જોમ છે, તેમ એમના કર્તવ્યમાં પણ જોમ જણાઈ આવ્યા વગર રહેતું નથી.
આજે જયારે મુંબઈ રાજ્ય ભાષા પ્રશ્નમાં પીછેહઠ કરી છે, ત્યારે આખા દેશનું લક્ષ્ય ખેંચાય તેવા પાયાના – મૂળ બંધારણના પ્રશ્નો તેઓ જોશભેર મૂકી રહ્યા છે. એક રચનાત્મક કોંગ્રેસી તરીકે કોંગ્રેસની સરકાર સામે પણ અવાજ કાઢવામાં તેઓ આગળ રહ્યા છે, તે તેમની આ દિશાની ઊંચી ધગશ બતાવે છે. ઉપરાંત સિદ્ધાંતનિષ્ઠા ખાતર કોઈ કોંગ્રેસી મિત્રોનો ખેફ વહેરવાની તેમની તૈયારી પણ દર્શાવી જાય છે.
સંત વિનોબાજીના ભૂદાન-ગ્રામદાનના વિચારોમાં એમને જે કાંઈ ભૂલ જણાઈ, તે જાહેર કરવામાં તેઓ પાછા પડયા નહોતા. અભિનંદન ગ્રંથમાંથી]
માતઆલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org