________________
એક ઝલક વિશેષ છે. એટલા માટે વિદ્યાપીઠના એકનિષ્ઠ સેવક શ્રી. મગનભાઈ વિશે કાંઈ લખવાને મને ઉમળકો થયો.
વિદ્યાપીઠના ઇતિહાસમાં અનેક તડકો છાંયડી આવતી રહી છે. ઘણા શક્તિશાળી આચાર્યો અને અધ્યાપકો તેના વળતા પાણીના સમયે ટકી શકયા નથી. તરવૈયો જુવાળમાં ટકી શકે પણ ઓટમા ટકવું મુશ્કેલ છે. નહીં ધારેલી પરિસ્થિતિ આવી ઊભે છે અને તે વાચાર થાય છે. તે રીતે અનેક શિક્ષકો અને આચાર્યો ગાંધીજીના શિક્ષણની વિચારસરણીના પલ્લામાં નહીં ટકી શક્યા. એ તે પ્રીતમ કવિએ ગાયું છે એવું હતું
“હરિનો મારગ છે શૂરાનો નહી કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ એને.” સેવાની હરેક પ્રવૃત્તિમાં એમ જ હોય છે. તે જ સાચી વસ્તુને ઉત્થાન થઈ શકે અને તેને ટકાવી શકાય. વિદ્યાપીઠની આજ સુધીની કારકિર્દીની ગમે તેવી ટિમાં પણ તેની સિદ્ધાંતનિષ્ઠામાં ગુજરાતના શિક્ષણપ્રેમીઓમાંથી થોડાક ટકી રહ્યા છે તેમાં ભાઈ મગનભાઈ અગ્રગણ્ય છે. તેમના વિચારો તલસ્પર્શી છે અને તેમનું આચરણ તે વિચારોને અનુસરીને છે.
તેમના સંબંધે ઘણા નાનામોટા કાર્યકર્તાઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે તે પોતાના વિચારમાં બહુ આગ્રહી છે. ગુજરાતના કેટલાક અગ્રગણ્ય આગેવાને તે તેમના પર આક્ષેપ મૂકે છે કે, તે સાવ જિદ્દી છે; કોઈના પલ્લામાં તે સમાઈ શકે જ નહીં. એટલે એમનું નામ સાંભળી ભડકે છે. હાલ પણ કેટલાક વિદ્યાપીઠની પ્રવૃત્તિમાં રસ લેવાને દાવો કરનારા એમ માને છે કે, મગનભાઈ સંસ્થાને આવરી બેઠા છે; વિદ્યાપીઠ એમના આવરણમાંથી મુક્ત થાય, તે તેની પ્રગતિ સધાય. ગાંધીજી અને સરદાર સાહેબની પિપેલી સંસ્થાઓ પ્રત્યે મમતા રાખવાને દાવો કરનારા કેટલાકને એવું કહેતા મેં જાણયા છે.
આ સંબધે મેં ઘણે વિચાર કર્યો. પ્રથમ તે દૂર રહ્યાં રહ્યા એમ લાગ્યું કે, તે લોકોના કહેવામાં કાંઈ તબ્ધ હશે. એટલે વિશેષ એકસાઈ કરવા હું જેમ જેમ વિદ્યાપીઠની ચાલુ પ્રવૃત્તિ, તેના પાયાના સિદ્ધાન્તો અને ભાઈ મગનભાઈની કાર્યવાહી વિષે વિશેષ નિકટ સંબંધમાં આવ્યો, તેમ તેમ મારા મન પર એવી છાપ પડી કે, શ્રી. મગનભાઈ વિદ્યાપીઠને આવરી નથી બેઠા, પણ વિદ્યાપીઠ તેમને આવરી બેઠી છે. ગાંધીજીએ વિદ્યાપીઠ દ્વારા શિક્ષણની જે યોજના મૂકી – જેને આપણે પાયાની કેળવણી કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org