________________
એક ઝલક જયારે તે બોલતા, ત્યારે તેમની સાથે જેઓને મતભેદ હોય, તેવા સભ્ય પણ તેમની નિષ્ઠા માટે માનની લાગણી ધરાવતા. - શ્રી. મગનભાઈનાં ૬૦ વર્ષની જીવનની ફલશ્રુતિ, એ તેમણે લખેલાં પુરતો અને જે જે સંસ્થાઓને તેમણે પલ છે અને જેમાં જેમાં તેમણે કામ કરેલ છે. તેમની સફળતા ઉપરથી સિદ્ધ થાય છે. એક પ્રખર કેળવણીકાર તરીકે તેમણે પિતાનું અત્યાર સુધીનું જીવન વ્યતીત કરેલ છે અને છેલ્લે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેઓની નિયુક્તિ થઈ, તે તેઓના શિક્ષણ-કાર્યની સફળતાને આંક છે. અભિનંદન ગ્રંથમાંથી)
ભેગીલાલ લાલા
સંભારણું
શ્રી. મગનભાઈ દેસાઈ ગાંધીજીના અભય શિષ્ય થયા. આ નગરનું બીજ એ સાચકલા તડ ને ફડ કહી નાખનાર આ છોકરામાં પહેલેથી હું જતો હતો. તે વખતે પણ સ્પષ્ટ પ્રતીતિ થતી હતી કે, શ્રી. મગનભાઈ દેસાઈ મહાન ગુજરાતી નીવડનાર છે.
શ્રી. ચંદુલાલ દેસાઈ ફર્સ્ટ કલાસના “ઇડરિયા ગઢ જીતતા જતા હતા. શ્રી. મગનભાઈ પણ બંધુભાવે એમના પ્રતિસ્પધી. કોલેજના શિક્ષણમાં પહેલા વર્ગના જ પ્રવાસી. બી૦એ૦ ફર્સ્ટ કલાસને લગભગ મોઢે આવેલ કળિયે મગનભાઈએ તજી દીધે, ત્યારે મને નવાઈ નહતી લાગી. આ અલગારી મહારથી એ જ અંગદ-કૂદકે મારે.
મગનભાઈ ૧૯૪૨ના અરસામાં એક વાર મારે ઘેર મળી ગયા. ત્યારે, પિતે શ્રી અરવિંદના જ્ઞાનયોગમાં કેમ ન ખેંચાયા, ને ગાંધીજીને કર્મયોગથી આકર્ષાઈ એમણે એમને ચરણે જીવન કેમ ધરી દીધું, એને ખુલાસે આપ્યો હતે. શ્રી. તિલક સ્વભાવથી જ્ઞાનગી પણ જીવનથી કર્મયોગી બન્યા. ગાંધીજી સ્વભાવથી કર્મયોગી છતાં એમને એટલું બધું લખવાની ફરજ પડી છે કે, પરાણે એમને જ્ઞાનયોગી બનવું પડયું છે. કર્મયોગમાં માનનારા મગનભાઈને પણ “અંગ્રેજ વેપારશાહી', પાતંજલ યોગદર્શન, ઉપનિષદ આદિ લખી જ્ઞાનયોગની સાધના કરવી પડી છે.
શ્રી મગનભાઈ સાથેના કલાકેક વાર્તાલાપમાં જે સાંભળ્યું. તેથી ઉપનિષદ-સુત્ર સાંભય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org