________________
બુદ્ધિયોગી શ્રી. મગનભાઈ હંમેશ હું ઝઘડાનું કારણ થઈ પડ; હું અમે સૌનું હિત વિચારીને જ જે વાત કરું, તેથી બધાને કોણ જાણે કલેશ જ થતો – તેઓ મારી સાથે ઝઘડી જ પડતાં; જોકે, એ લોકો થોડા વખત પછી સમજી જતાં કે, મારી વાત સાચી હતી અને તેઓ પાછાં મારા પ્રત્યે પ્રસન્નતા અનુભવવા લાગતાં.
પરંતુ આસપાસના લોકો નજીકનાં સંબંધી ન હોય, અને મરજી પડે ત્યારે કે તેટલાં અળગાં થઈ શકતાં હોય, તે શું થાય? તેઓ તેમનાં કાચમનાં પ્રતિવાદી જ થઈ બેસેને? શ્રી. મગનભાઈના નસીબમાં એ વસ્તુ જ મુખ્યત્વે હતી. મારો ને તેમને નિકટને સંબંધ ગૂજરાત વિદ્યાપીઠના મારા જીવનકાળથી જ આરંભાયો કહેવાય. તે દરમ્યાન મેં જોયું હતું કે, તેમના નિકટના સાથીઓ અને મુરબ્બીઓનો સાથ અને સદ્ભાવ અવારનવાર ગુમાવ્યા કરવાનું જ નસીબ તેમને હાંસલ થયું હતું. એ વસ્તુ તે પોતે સારી રીતે જાણતા હતા; - તેથી મનમાં કંઈક દુ:ખી પણ થતા હતા – કેવળ પેલાં દુભાયેલાં સ્વ જનના હિતની દષ્ટિથી જ,
અને છંછેડાયેલાં સ્વજન-મુરબ્બીને માર કેવા ભયંકર હોઈ શકે, એ વર્ણવી બતાવવાની જરૂર નથી. છતાં કેવળ સત્યની નિષ્ઠાના બળથી શ્રી. મગનભાઈ એ માર સહન કરી લેતા. એક જ વખત એક કાર્યકર્તા-મુરબ્બીને કોપ-અન્યાય હદ બહાર ગયો, ત્યારે અકળાઈને તે બોલી બેઠા હતા, પણ તે માણસ અમર તો નથી ને?' – અને ખરે જ એ મુરબ્બીના મૃત્યુ પછી જ એમણે સરજેલી અન્યાય-પરંપરામાંથી શ્રી. મગનભાઈ છૂટી શક્યા હતા. જોકે, શ્રી. મગનભાઈનું તે કાંઈ હતું જ નહિ કે જેથી તેને બગાડી શકાય – પણ તે જે સંસ્થાને વરેલા હતા, તે સંસ્થાને જ ઘા કરીને પેલા સ્વજન પિતાને કેપ ચરિતાર્થ કરી શકતા હતા.
અને છેવટે પણ સત્યની નિષ્ઠા અને આગ્રહને કારણે જ શ્રી. મગનભાઈના પ્રાણ ગયા. દાક્તરો પ્રથમ તેમની બીમારીને બ્લડપ્રેશરને હુમલો કહીને વર્ણવી બેઠા હતા. છેવટે નીકળ્યો હદયને હુમલો - તેમના હાથના દુ:ખાવાના લક્ષણને દાક્તરે હૃદયરોગનો હુમલો હોવાની અગમચેતી તરીકે વખતસર પિછાણી શક્યા નહિ. (અલબત્ત, પોતાના સ્વજનની જેમ કાળજીથી અને નિષ્ઠાથી તેમની દાક્તરી સેવા બજાવનાર મિત્રોને વખોડવાના ભાવથી હું આ નથી જ કહે – કારણ કે, છેવટે તો દરદીનું નજીક આવેલું મોત જ સૌને ભ્રમણામાં નાંખતું હોય છે; ઉપરાંત, શ્રી મગનભાઈને હૃદયરોગનો હુમલો થાય એમ કોઈ માની શકે તેમ હતું જ નહિ.).
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org