________________
બુદ્ધિયોગી શ્રી. મગનભાઈ શ્રી. મગનભાઈ દેસાઈ હવે નથી.
એ હકીકત માની ન શકાતી હોય છતાં એટલી બધી નક્કર – પ્રત્યક્ષ છે કે તેને અવગણવી એ જાતને જ ભ્રમમાં નાંખવા જેવું થાય.
તેમના હૃદયનાદ સાથે તેમને કલમનાદ હવે બંધ પડયો છે.
કોઈ પણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને એક ભાવ કે એક શબ્દથી વર્ણવવું અશક્ય હોય છે. છતાં શ્રી. મગનભાઈના વ્યક્તિત્વને, તેમણે આદરીને અધૂરા રાખેલા ગીતાના સ્વાધ્યાયને જે નામ તેમણે આપ્યું છે તે બુદ્ધિયોગ' શબ્દ વાપરીને વર્ણવીએ, તે ખોટું નહિ થાય. તે “બુદ્ધિયોગી” હતા.
બુદ્ધિયોગી એટલે તર્ક-વિતર્કની શક્તિવાળા આજના અર્થના બુદ્ધિવાદી – “ઇન્ટેલેકસ્યુઅલિસ્ટ' નહિ. કેવળ બુદ્ધિવાદી પાસે ગીતામાં કહેલ (ર૬૬) ભાવસંશુદ્ધિનું ભાવનાબળ હોતું નથી. ગીતાપ્રથિત બુદ્ધિયોગ એટલે તે ઇંદ્રિયનિગ્રહ, યજ્ઞાર્થ કર્મ અને ઈશપ્રપતિ દ્વારા પ્રાપ્ત થતી પ્રજ્ઞા – ઋનભર પ્રજ્ઞાની સિદ્ધિ. એ પ્રજ્ઞા આસપાસનું “હિરણ્મય પાત્ર' ભેદીને સત્યને યથાતથ જોઈ શકે છે અને બુદ્ધિયોગીને બ્રહ્મકર્મ-સમાધિ પ્રાપ્ત કરાવે છે.
આપણે સામાન્ય રીતે સત્યને આપણા કામ-કોધ – રાગ-દ્રોષ વગેરેના મિશ્રણ સાથે જ સ્વીકારતા હોઈએ છીએ; – નિર્ભેળ પ્રાણવાયુ જીરવવા આપણે ટેવાયા હતા નથી. સત્યને આપણને ડર લાગે છે.
કારણ કે, સત્ય પોતે હમેશા જગતમાં પ્રકાશ જ પાથરતું નથી. તેનું તેથી વિશેષ પરિણામ પણ આવે છે: એ પ્રકાશમાં આસપાસનું તમામ અસત્ય પકડાઈ જાય છે, – ખુલ્લું પડી જાય છે. ઈશુ ખિતે કહ્યું હતું તેમ, તે (સત્યને પ્રકાશ લઈને આવ્યા હોવાથી જ) જગતમાં ઝઘડો લઈને આવ્યા હતા: એ સત્ય પામીને પિતા પુત્ર સાથે અને પુત્ર પિતા સાથે લડવાના હતા!
અને ખરે જ, શ્રી. મગનભાઈના નસીબમાં પહેલેથી જ આસપાસ ઝઘડો જ ઊભો કર્યા કરવાનું લખાયું હતું. તેમણે એક વખત પિતાના જીવનના સિંહાવલોકનના ભાવથી મને કહ્યું હતું : મારાં નજીકનાં કુટુંબીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org