________________
એક ઝલક કુણે સાંદિપનિના આશ્રમમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરી. પછી ઘરે પાછા ફરવા લાગ્યા, ત્યારે ગુરુએ કહ્યું, વર માગો! કૃષરે કહ્યું, “માતુહતેન ભોજનમ' એટલે કે મરતાં સુધી મને માતાના હાથનું ભેજન મળે.
હું વિચાર કરું છું કે તે બાળકોની શી વલે થતી હશે, જેમને કયારેય માના હાથનું ભોજન ખાવાનું ભાગ્ય સાંપડતું નથી ! કયાંક હોટલમાં ખાય છે કે ક્યાંક ભોજનાલયમાં. માના ભોજનમાં કેવળ રોટલી જ નથી હોતી, પ્રેમ પણ હોય છે. એટલા વાતે જ કરે “માતૃહતેન ભોજનમ' એવે વર માંગ્યો. એવી જ રીતે હું એવું માગ્યું કે, “માતુમુબેન શિક્ષણમ્' એટલે કે માતાને મુખેથી શિક્ષણ મળે. અને એ જ વાત માતૃભાષાને પણ લાગુ પડે છે. બાળકને માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તે માતૃભાષામાં જ હોય. માતૃભાષા દ્વારા જ પહેલેથી છેવટ સુધી બધુ શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની વાત કરવી, એ સે ટકા મૂર્ખામી છે.
બીજી ચર્ચા ચાલે છે, અંગ્રેજી ક્યારથી શીખવવું તે વિશે મારું માનવું એ છે કે પહેલા સાત વરસને જે અનિવાર્ય શિક્ષણને ગાળે સમસ્ત પ્રજા માટે માનવામાં આવ્યો છે, તેમાં અંગ્રેજીને સ્થાન આપવું એ શિક્ષણની દૃષ્ટિએ તથા લોકમાનસના વિકાસની દષ્ટિએ મોટી ભૂલ થશે. તેનાથી અંગ્રેજી ભાષાજ્ઞાનને વિશેષ લાભ નહીં થાય, ઊલટાની માતૃભાષા તથા બીજા વિષના અધ્યયનને હાનિ પહોંચશે. જેને એક વાર માતૃભાષાનું ઉત્તમ શાન પ્રાપ્ત થાય છે, તે પાછળથી અન્ય ભાષા થોડા વખતમાં સારી રીતે શીખી શકે છે. અનેક પ્રયોગ કરીને મેં આ જોઈ લીધું છે.
નાની ઉંમરથી અંગ્રેજી શીખવીશું, તે બાળક અંગ્રેજી સારું શીખશે, એ તદ્દન ખેટ ખ્યાલ છે. જ્યાં સમાજમાં આબોહવા અંગ્રેજીની હોય, ત્યાં નાનપણથી અંગ્રેજી શીખવી શકાય. પરંતુ જયાં સુધી વ્યાકરણ મારફત ભાષા શીખવવાની પ્રણાલી છે, ત્યાં સુધી માતૃભાષાના વ્યાકરણ અને સાહિત્યની સારી જાણકારી થયા વિના બીજી ભાષાએ સરળતાથી પકડી શકાતી નથી. માતૃભાષાનું વ્યાકરણ ને સાહિત્ય ન જાણનારે બીજી ભાષાનું વ્યાકરણ ને સાહિત્ય કઈ રીતે શીખશે? માટે શિક્ષણનાં પહેલાં સાત વરસ અંગ્રેજી ન જોઈએ. આ દરમ્યાન તે માતૃભાષાનું જ શિયાણ પાયામાંથી પાકું થવું જોઈએ.
વળી, આમાં સમસ્ત સમાજની દષ્ટિએ પણ વિચાર થવો જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે મોટા ભાગનાં બાળકે તે સાત વરસનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org