________________
એક ઝલક સત્યાગ્રહ'નું પ્રકાશન આમ અધવચ બંધ પડતાં, વાચકવર્ગને એક માટી ખોટ પડયા જેવું લાગશે. તેઓ પોતાને જનારી આર્થિક ખોટને એ ખાટ આગળ તુચ્છ જ ગણશે. છતાં, શ્રી. મગનભાઈ પોતે ગ્રાહકવર્ગના પૈસા કઈ રીતે ડૂબે એ કદી ન ઇચ્છે, એવી ખાતરી હોવાથી જ, એવી વ્યવસ્થા વિચારી છે કે, પાંચ રૂપિયા અને તેથી ઉપરની રકમ જેની બાકી રહેતી હશે, તેઓને શ્રી. મગનભાઈના “બુદ્ધિયોગ' પુસ્તકને બીજો ભાગ (૦િ રૂ. પ.૦૦) – જે હવે છપાઈ તૈયાર થઈ જવા આવ્યો છે – તે પુસ્તક, તથા “સત્યાગ્રહ’ની વિચારકલિકાઓને આગળનો ભાગ જે "વિચારમણિમાળા' (કિં૦ રૂ. ૨.૦૦) નામે તાજેતરમાં પ્રકાશિત થવાનો છે, તે (પ્રકાશક પાસેથી મળતાં જ) ગ્રાહકોને મોકલી આપવામાં આવશે. રજિસ્ટરથી તે બધું મકવવાનું ખર્ચ બહુ વધી જાય તેમ હોવાથી, તે પુસ્તકો સાદા બકાસ્ટથી (સર્ટિફિકેટ ઑફ પિસ્ટિગ સાથે) રવાના કરવામાં આવશે. એ ટપાલખ ગ્રાહકોને વેઠવાનું નહિ હેય. પરંતુ રજિસ્ટર્ડ પાસ્ટથી એ પુસ્તકો મેળવવા ઇચ્છતા હશે, તેઓએ ૭૦ પૈસાની ટપાલની ટિકિટ પહેલેથી મોકલી આપવી રહેશે. એ બંને પુસ્તકો નવાં હોઈ, કોઈની પાસે હોવા સંભવ નથી. તે ઉપરાંત વધતી રકમનાં કે તેથી ઓછી કિંમતનાં પુસ્તક શ્રી. મગનભાઈનાં પ્રકાશિત થયેલાં બીજાં પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવશે.
પુસ્તકો રવાના કરવાનું કામ પ્રકાશક સંસ્થા તરફથી નકલે હાથમાં આવતાં એકાદ પખવાડિયામાં પતાવી દેવામાં આવશે.
શ્રી. મગનભાઈએ લખવા શરૂ કરેલ શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર ૩૩ પ્રકરણ સુધી છપાઈને અટકેલું છે. જીવનચરિત્ર લખવાની જવાબદારીના પૂરેપૂરા ભાન સાથે પૂરી નિષ્ઠાથી આરંભાયેલું એ જીવનચરિત્ર હવે અધૂરું જ પ્રસિદ્ધ કરાશે. તે જ પ્રમાણે બંગાળના માજી મુખ્ય પ્રધાન શ્રી. પ્રફુલચંદ્ર ઘોષે લખેલું ગાંધીજીનું જીવનચરિત્રા પણ તેમની સુચનાથી શ્રી. મગનભાઈએ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાનું માથે લીધેલું. છેલ્લા પ્રકરણની અધવચ સુધીને ભાગ છપાઈ ગયો છે અને તે તેમણે બરાબર તપાસી આપે છે. બાકીને ભાગ હવે છ.પી લઈ, તે પુસ્તક પણ જલદી પ્રકાશિત કરવામાં આવશે. શ્રી. મગનભાઈના “નિવાપાંજલિ” અને “વિવેકાંજલિ” એ બે અગત્યના સંગ્રહોની પૂર્તિ તેમનાં એ જાતનાં નવાં લખાણથી કરી લેવી જરૂરી છે. તથા તેમણે “જપજી' અને “સુખમની” એ બે સુપ્રસિદ્ધ શીખ ધર્મ-પુસ્તકનાં પોતે કરેલાં પદ્ય ભાષાંતરોને બીજી આવૃત્તિ વેળા ગદ્ય અન્વય રૂપે મૂળ પાઠ સાથે પ્રકાશિત કરવા વિચારેલાં. તેમાંથી “જપજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org