________________
૭
શજીનામું
શેહશરમ વિના પ્રજાને જણાવવી જરૂરી એવી સત્ય હકીકતા નિમૂળપણે રજૂ કરવી, એ તેમને ધર્મ ગણાય.
તેને બદલે રાષ્ટ્રપિતાના રાષ્ટ્રીય સ્મારક જેવી પવિત્ર અને જાહેર જગાએ થયેલી કારવાઈ ઉપર – અરે, આખી ઘટના ઉપર જ તેમણે અંધારપછેડો ઢાંકી દીધા છે. શ્રી. મગનભાઈ એક સંનિષ્ઠ પત્રકાર હતા; તેમણે ગાંજીના આદર્શ પ્રમાણેનું પત્રકારિત્વ શેાભાવ્યું છે. અલબત્ત, એ બદલ તેમને ભારે આર્થિક ખોટ સહન કરવી પડી છે. બીજાં પત્રોમાં લખવા દ્વારા કે ‘આકાશવાણી'ના વાર્તાલાપ દ્વારા જે આવક થતી, તે બધી તે સીધી જ તે મારા હાથમાં ‘સત્યાગ્રહ’ની ખાટ પૂરવા માટે મૂકી દેતા. શ્રી. મગનભાઈનું બલિદાન પત્રકાર-બંધુઓને પણ કંઈક સચેત-સચિત કરે, એવી પ્રાર્થના.
લગભગ સાડાસાત વર્ષ બાદ, દુ:ખી હૃદયે હું પણ સત્યાગ્રહ’ના વાચકબંધુઓની રજા લઉં છું. મારી અપંગતા, અને અમુક ઊણપેાને કારણે વાચકંબંધુઓને કેટલીક વાર સહન કરવું પડયું છે અને ગુસ્સા પણ કરવા પડયો હશે. પરંતુ, એ બધું માફ કરા, એવી વિનંતી સાથે હું શ્રી. મગનભાઈને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પીને વિરમું છું.
તે મારા પિતા-ગુરુ હતા; અને પેાતાના નાદાન પુત્રની જેમ તેમણે મને છેક છેવટ સુધી સંભાળ્યું છે.
'
સત્યાગ્રહ ’ તા. ૮-૨-૧૯૬૯માંથી]
ગાપાળદાસ જીવાભાઈ પટેલ
રાજીનામું
[કોચરબ સત્યાગ્રહાકામ સ્મારક અંગે ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર શ્રી. રામલાલ પરીખે જે પેાલીસ-કારવાઈ કરી તેની સામે વાંધા અને વિરોધ દર્શાવવા શ્રી. મગનભાઈ દેસાઈએ તા. ૬-૧-૬૯ના રોજ જે પુત્ર તેમને લખેલા (જુઓ ‘સત્યાગ્રહ' તા. ૧૮–૧–'૬૯ના અંક પુ૦ ૧૩૮), તેના શ્રી. રામલાલે ૨૪–૧–'૬૯ના રોજ જે જવાબ વાળ્યા, તેથી વળી વધુ દુ:ખી થઈ, શ્રી. મગનભાઈએ ૩૦–૧–૬૯ના રોજ (બાપુજીના બલિદાનદિને જ) વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળના સભ્ય તરીકે રાજીનામું લખી મેાકલ્યું, તે આ સાથે પ્રસિદ્ધ કરું છું.
-ગ્રા]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org