________________
૯૯
ભાઈશ્રી રામલાલ,
તમારો તા. ૨૪–૧–'૬૯નો પત્ર (નં. ૨૫૩૩-૬૮, ૬૯) મળ્યા. તેનો જવાબ આપવામાં ન પડું; કેમ કે, મારા તા. ૬-૧-’૬૯ના પત્રમાં મેં જે કહ્યું, તેના મુદ્દાને એ ભાગ્યે સ્પર્શે છે. અને જે વાતેમાં તમે જા છે, તે મારા મુદ્દાને પ્રસ્તુત નથી. એટલે મને માફ કરશેા. ભગવાન આપણ સૌનું ભલું કરે. મારા તરફથી વિદ્યાપીઠ મંડળને આ બતાવજે. હું આથી મંડળને વિનંતી કરું છું કે, મને તેના સભ્યપદમાંથી છૂટો થવા દે. એ જ, મજામાં હશેા.
શ્રી. રામલાલ પરીખ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪
એક ઝલક
તા. ૩૦-૧-’૬૯
દા. સેવક, (મગનભાઈ દેસાઈ) સહી
એક દુ:ખદ હકીકત
આ અંકમાં અન્યત્ર જણાવ્યા પ્રમાણે શ્રી. મગનભાઈ દેસાઈ ‘સત્યાગ્રહ' મારફતે જે સેવા બજાવી રહ્યા હતા, તેની ઉપયોગિતા અને આવશ્યકતા જેમ જેમ તેમના ખ્યાલમાં આવતી ગઈ, તેમ તેમ તેને પગભર કરીને ચાલુ રાખવા તે પ્રાણપણે કોશિશ કરવા લાગ્યા. તેમનું પત્ર અમુક પ્રકારની ગાંધીવાદી રાજકીય રાષ્ટ્રીય દષ્ટિવાળું હોઈ, તે અવારનવાર અમુક વર્ગોમાં અણગમતું થયા કરે, એ તે જોઈ શકયા હતા. એટલે જેમ જાહેરખબરો આપનારાને આધારે પત્ર ચલાવવાનું તેમને નાપસંદ હતું, તેમ ગ્રાહકોના અમુક દુભાયેલા વર્ગ પેાતાને ટેકો પાછા ખેંચી લેતાં ‘સત્યાગ્રહ’ પાંગળું બની ય, એવી સ્થિતિ પણ તેમને પસંદ ન હોઈ, તેમાંથી મુક્ત થવાના તેમણે નિશ્ચય કર્યો. વચ્ચે બે-ત્રણ પ્રસંગે એવા આવી પણ ગયા હતા.
Jain Education International
· સત્યાગ્રહને એ બધી સંકડામણામાંથી છેાડાવવાનું તેમની સમજમાં આવતાં જ, તેમણે ગૂજરાત વિદ્યાપીઠના ‘ૉડણીકોશ'ની સુધારા-વધારાવાળી આવૃત્તિનું સંપાદન કરી આપવાનું પેાતાને સેાંપાયેલું કામ આખા દિવસના પરિશ્રમ પછી, વિદ્યાપીઠે એ કામ માટે આપેલી ઓરડીમાં જઈ, મોડી રાત
For Private & Personal Use Only
www.jainelibrary.org