________________
સફાઈ - સ્વચ્છતા
મારુ" જીવનકાર્ય :
લાયે।નલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તે ઉકરડા છે. એને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણા ગામડાની આસપાસ તાજી હવાની કંઈ ખાટ છે? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી, એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે. છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખારાકની બાબતમાં હું મિશનરીની પેઠે બાલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમૂના બનાવવા એ મારું ધ્યેય છે. મારું જીવનકાર્ય છે.
(ગાં. અ. ૬૦ : ૨૫૫)
એકલા અક્ષરજ્ઞાનની કિંમત નથી :
તમે એટલી ખાતરી રાખજો કે સફાઈનાં મૂળતત્ત્વાના શિક્ષણની આગળ અક્ષરજ્ઞાન તે કશી વિસાતમાં નથી. દરિયાગંજની એક હરિજન કન્યશાળા હું જોઈ આવ્યા. અંદર પેસતાં જ મેં જોઈ લીધું કે છેકરીઓના નખ મેલા છે, નાક મેલાં છે, ને નાક ને કાનની વાળીઓની આસપાસ મેલના થર જામ્યા છે. જે ભલી બહેન એમને ભણાવતી હતી તેની નજર જ એ તરફ ગયેલી નહીં. એમને સૌ પહેલાં તો સ્વચ્છતાના પાઠ શીખવા. એકલા અક્ષરજ્ઞાનની ઝાઝી કિંમત નથી.
(ગાં, અ. ૬૦ : ૧૨૪-૨૫)
પશ્ચિમ પાસેથી પાઠ લઈએ ઃ
મને લાગે છે કે બાહ્ય સફાઈ બાબતમાં પશ્ચિમ પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પશ્ચિમની સંસ્કૃતિ અને તેની રીતરસમેાના વિરોધ કરવાની દુ:ખદ ફરજ માટે ઘણી વાર બજાવવી પડે છે. તેથી મને જ્યારે જ્યારે તક મળે છે ત્યારે પશ્ચિમ પાસેથી આપણે કઈ કઈ ઉપયેગી બાબતા શીખી શકીએ, એ કહેવાની તક હું જવા દેતા નથી. અને હું માનું છું કે હિંદનાં મેટાં શહેરની સ્વચ્છતાની પદ્ધતિ બાબતમાં આપણે પશ્ચિમ પાસેથી પાઠ લઈએ એ સારું છે.
કુલપતિશ્રીના શબ્દો ‘માંથી સાભાર]
.
મે
V
Jain Education International
For Private & Personal Use Only
(ગાં. અ. ૨૬ : ૨૧) ગાંધીજી
www.jainelibrary.org