________________
સફાઈ - સ્વચ્છતા
G
Ge
સ્પષ્ટ સમજાતું જાય છે કે ગામડાં ને શહેરોની ગંદકીનું મુખ્ય કારણ આપણી અસ્પૃશ્યતા વિશેની માન્યતા છે. આપણે આપણા જ મેલને અડતાં ને તેથી સાફ કરતાં ડરીએ છીએ. આપણે મેલમાં આળેટીએ છીએ, અને આપણા જે સ્પષ્ટ ધર્મ હતા તેનું પાલન આપણે આપણાં જ અમુક ભાઈભાંડુને સોંપી દીધું છે, અને તેઓ આ સૌથી અગત્યની સેવા કરે છે એટલા માટે આપણે તેમના સમાજમાંથી બહિષ્કાર કર્યો છે, તેમના સ્પર્શથી આભડછેટ માની છે ને તેમનાં સુખદુ:ખ તરફ નજર સરખીયે કરી નથી.
આ સામાજિક બદી અને પાપ દૂર કરવાના એકમાત્ર ઇલાજ એ છે કે આપણે સૌએ પેાતપાતાના ભંગી બનવું. તો આપણે સ્વચ્છતાની કળા જલદી શીખીશું. ગંદકીમાંથી ઊપજનારા ઘણા મહારોગમાંથી, આપણે ઊગરી જઈશું.
(ગાં. અ. ૬૦: ૩૦૫-૦૬)
ભંગીનું કામ ઊંણા પ્રકારનું છે :
હરિજનામાં પણ ભાંગી સૌથી વધારે તિરસ્કૃત ગણાયા છે. કેમ કે એનું કામ સૌથી નીચું મનાયું છે. ભંગીઓએ જે મહત્ત્વની સામાજિક સેવા કરી છે તે ઘણા લોકો ભૂલી જાય છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બાળક હતાં ને આપણને સ્વચ્છતાનું કશું ભાન નહેાતું ત્યારે આપણી માતા એ જ કામ કરતી હતી. જો એ કામ હલકું હતું તો ભંગીનું કામ પણ હલકું છે, પણ એ કામ ઊંચા પ્રકારનું હતું તો ભંગીનું કામ પણ ઊંચા પ્રકારનું છે, પણ એ કામ કેવી રીતે કરવું એ તમને આવડવું જોઈએ, એ કામ પ્રેમપૂર્વક અને બુદ્ધિપૂર્વક કરવું જોઈએ. પ્રેમપૂર્વક એટલા માટે કે જે ગંદકી કરે છે, કચરો જ્યાંત્યાં નાખે છે એમને તે શું કરે છે એની ખબર નથી હોતી. અને બુદ્ધિપૂર્વક એટલા માટે કે એમને એમની ટેવો સુધારવામાં ને આરોગ્ય સુધારવામાં આપણે મદદ કરવાની છે.
પોતે ચોખ્ખા રહેવું અને આસપાસની જગ્યાને ચોખ્ખી રાખવી એ દરેકની પ્રાથમિક ફરજ છે. જે ભંગીનું કામ કરે છે તેઓએ સૌ પ્રથમ પેાતાની જાતના ભંગી બનવું જોઇએ.
(ગાં. અ. ૬૬ : ૩૬૪-૬૫)
આચરણનું ક્ષેત્ર :
સહુએ પેાતપાતાના ભંગી તા થવું જ જોઈએ. ખાય છે તેને મળત્યાગ તા કરવાના જ છે મળત્યાગ કરે તે પેાતાના મળને દાઢે એ ઉત્તમ વસ્તુ છે. એ ન બની શકે તો સહુ કુટુંબ પેાતાનું કર્તવ્ય કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org