________________
એક ઝલક સમાજ સાથે ઘાતક અસહકાર :
આપણી ભયંકર ગંદકીનું કારણ આપણી બેદરકારી અને આપણે સામાજિક અસહકાર છે. આપણી ગંદકી જે આપણા શરીરને નિચોવી નાખે છે અને આપણને મરકી ઇત્યાદિ રોગોનાં બલિદાન કરી મૂકે છે તેની સાથે આપણે સહકાર કરીએ છીએ, પણ આપણા પડોશીઓ જેના સુખમાં આપણું સુખ સમાયેલું છે અને આપણા દરેક કાર્યમાં જેમની સગવડને વિચાર હો જ જોઈએ તેની સાથે આપણે અસહકાર કરીએ છીએ. મારા આંગણાને કચરો હું પડોશીના આંગણામાં ફેંકું, મારી બારીએથી હું કાચના કકડા ફેંકું, કચરો નાખું. પાણી કેળું, ઘૂંકું અને એમ કરતાં નીચેથી ચાલનારને ખ્યાલ સરખેય ન કરું એ કેટલી બેદરકારી? કેવી હિસા? કે સમાજ સાથે ઘાતક અસહકાર? મારી ખાળનું પાણી બીજાનું નુકસાન કરે તેની બેદરકારીમાં કેટલે બધે અવિચારી પ્રજા આપણું અંગ છે, પ્રજાનું અંગ આપણે છીએ એટલું સમજી લઈએ તો આપણી ગંદકી અસંભવિત થાય અને આપણે રોગાદિમાંથી મુક્ત થઈ પ્રજાનું બળ વધારીએ અને પ્રજાનું ધન પણ વધારીએ.
(ગાં. અ. ૨૮ ૪૧૩-૧૪) કુદરત સામે દુન્યવહાર
જે કંઈ ફાવે ત્યાં થૂકી, કચરો કે ગંદવાડ નાખી અથવા બીજી રીતે હવાને બગાડે છે તે કુદરતને ને માણસનો ગુનેગાર છે. માણસનું શરીર ઈશ્વરનું મંદિર છે. એ મંદિરમાં જનારી હવાને દૂષિત કરનાર મંદિરને અભડાવે છે. એનું રામનામ લીધેલું મિથ્યા છે.
રાષ્ટ્રીય કે સામાજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો નથી કે કેળવ્યો નથી. આપણે રિવાજથી અમુક ઢબે નાહીએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવા સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઊપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગે આપણે તે દુર્ગુણના ફળરૂપે ભેગવીએ છીએ.
(હરિજનબંધુ ઃ ૧૫-૬-૧૯૪૭ઃ ૧૬૭-૬૮) સો પતતાના ભંગ બને?
અસ્પૃશ્યતાનાં જે માઠાં પરિણામ આવેલાં છે તે બધાની તે આપણને ભાળ પણ નથી. હવે ગામડાંની સફાઈ તરફ ધ્યાન અપાઈ રહ્યું છે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org