________________
એક એલક
GY
હોત તો આપણે એટલી જ રસિક, ખરચ વિનાની રમતા; જેવી કે ગેડીદડો, માઈદાંડિયા, ખોખા, મગમાટલી, હુતુતુતુ, ખારાપાટ, નવ નાગેલી, સાત તાળી, વગેરેના ત્યાગ ન કરત. ક્રસરત જેમાં આઠે અંગને પૂરતી તાલીમ મળે છે અને જેમાં ઘણું રહસ્ય રહેલું છે તેના અને કુસ્તીના અખાડાના લગભગ લોપ થઈ ગયો છે.
(ગાં. અ, ૧૪ : ૩૧)
વ્યાયામ અને બ્રહ્મચર્ય પાલન :
આપણાં શાસ્ત્રો બતાવે છે કે જે વિદ્યાર્થી વ્યાયામ લેવા માગે છે અને તેને સદુપયેાગ કરવા માગે છે તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. મેં આખા હિંદુસ્તાનમાં ભ્રમણ કર્યું છે એમ કહું તો ચાલે. હિંદુસ્તાનની દુ:ખી હાલત હું જાણું છું. પણ સૌથી વધારે દુ:ખની વાત તા એ છે કે આપણે ત્યાંના યુવાનાનાં શરીર શક્તિહીન છે. બાળવિવાહની કુપ્રથા જ્યાં ચાલુ છે, અને એને પરિણામે પ્રજા ઉત્પન્ન થવી ચાલુ છે ત્યાં વ્યાયામ અસંભવિત થઈ જાય છે. વ્યાયામને માટે પણ થે।ડી ઘણી શારીરિક સંપત્તિ જોઈએ એટલે આપણે જે હિંદુસ્તાનની અને હિંદુજાતિની ઉન્નતિ ચાહતા હોઈએ તો બાળવિવાહની કુપ્રથા નાબૂદ થવી જોઈએ. મનુ મહારાજે કહ્યું છે તેમ દરેક વિદ્યાર્થીએ ૨૫ વર્ષ સુધી તે અખંડ બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ. આ બે શરત પૂરી પડતી ન હોય તેા ગમે તેવા વ્યાયામ નિરર્થક થઈ પડે. (ગાં. અ. ૩૨ : ૩૬૦)
481600
સામૂહિક ડ્રિલનું મહત્ત્વ :
જે કોઈ પણ પાશ્ચાત્ય વસ્તુની નકલ કરવી યોગ્ય હોય તો ‘ડ્રિલ’ની નકલ કરવા જેવું છે એમ મને લાગે છે. એક મિત્રે ટીકા કરેલી કે આપણને ચાલતાં આવડતું જ નથી. અને એકઠા થઈને રીતસર ચાલવાની તા મુલ્ ખબર નથી. હજારો માણસા તાલબંધ ચુપકીથી ગમે તે દશામાં બબ્બે ચારચારની હાર બાંધી ચાલી શકે એ શક્તિ આપણામાં નથી. આવી ડ્રિલ ’ને કેવળ લડાઈમાં જ ઉપયોગ છે એવું કાંઈ નથી. ઘણાં પરોપકારી કામેામાં ‘ડ્રિલ ’ના ઉપયોગ થઈ શકે છે. જેમ કે આગ હોલવવામાં, ડૂબેલાને મદદ કરવામાં, માંદાને ડોળીમાં લઈ જવામાં ‘ડ્રિલ બહુ જ કીમતી સાધન છે. આમ આપણી શાળામાં દેશી રમત, દેશી કસરત અને પાશ્ચાત્ય પદ્ધતિની ‘ડ્રિલ’ દાખલ કરવાની આવશ્યકતા છે.
(માં, અ. ૧૪ : ૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org