________________
કર્મયોગી નિઃસ્વાર્થ સેવક
એ વર્ષોમાં તેમણે મારા મગજ પર જે છાપ પાડી છે હું, તે અત્રે નેધું છું.
તેમની રહેવાની સાદાઈ તો તેમને ઘેર જનારને સમજાય. રહેવાને માટે બે ઓરડા અને એક પરસાળ. સાદો પાટીનો ખાટલો બહાર ઊભે કરેલ હોય. અંદર તેમના બેસવાના ખંડમાં બે સાદી ખુરશી અને એક ડેકલ્ચર અને એક નાની ગાદી. ગાદી સામે દેશી ઢબનું બેસીને લખાય તેવું ઢોળાવવાળું નાનું મેજ. બહારથી કડક દેખાતા મગનભાઈ તેમને ઘેર જાઓ એટલે હસમુખા વિવેકી ગૃહસ્થ. વધુ પરિચય હોય તે તેમનાં હસમુખ ધર્મપત્ની આવી ખબર પૂછે અને છેવટે તાજા લીંબુનું શરબત આપ્યા સિવાય ન જ રહે. વાઈસ-ચાન્સેલરનો રહેવાને યુનિવર્સિટીને બંગલો પણ તેમણે વાપર્યો નથી. અને હજુ તેઓ તેમના વિદ્યાપીઠના બે ઓરડાના મકાનમાં જ રહે છે.
કોઈ પણ વિષય માટેની તેમની ગ્રહણશક્તિ અત્યંત તીવ્ર છે. દૂધમાંથી માણસ પોરા કાઢે એ કહેવત તેમને માટે શુદ્ધ સ્વરૂપમાં કહી શકાય. કોઈ પણ વાત કરે એટલે તે તરત જ સમજે અને તેનું તાત્પર્ય કાઢતાં તેમને વાર લાગે નહીં. પણ મારે અત્રે કહેવું જોઈએ કે, અમને ડૉકટરોને અને ખાસ કરીને સર્જનોને તે અમે જે કંઈ કહીએ તે દરદીના ભલા માટે જ કહીએ છીએ એમ માનવાની ટેવ પડેલી હોઈ, અમારી કોઈ વાતમાં સામે માણસ ઊંડે ઊતરી તાત્પર્ય કાઢવા જાય તે રુચે નહીં. મગનભાઈ સાથે આવી સ્થિતિ એક વખત ઊભી થાય પછી તેમની સાથે કામ લેવામાં મુસીબત પડે.
તેમનું નિ:સ્વાર્થીપણું તે દરેક કામમાં આરપાર દેખાઈ આવે છે. એટલે ન્યાયવૃત્તિ તે સારી રીતે રાખી શકે છે. પણ તેથી જ ન્યાય સાથે દયા રાખવી તેમને માટે મુશ્કેલ બને છે. અને કોઈ વખત આ ખાટી હઠીલાઈ છે એવો સામાને ભાસ થાય છે.
- અપ્રિય પણ સત્ય કહેવું જ જોઈએ એ એમને સ્વાભાવિક છે. આ એમના મનની સ્થિતિ હોઈ એક કામ પત્યા પછી કોઈ પણ જાતની અસર મન ઉપર રાખ્યા સિવાય બીજું કામ એટલી જ સહેલાઈથી અને ચીવટથી કરવા તે તૈયાર હોય છે.
ઊંડા ચિંતક હેઈ, કોઈ પણ કામ વિચાર્યા પછી તેના વિશે તેમને ખાતરી થાય, એટલે તે બાબત પર ગમે તેટલાં આપણાં મંતવ્યો હોય તે નિષ્ફળ થવાને જ આપણને ભાસ રહે છે. આમાં પણ સામા માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org