________________
અલિપ્ત ઉપાસક
૫૯ પિતાને જ સર્વશ્રેષ્ઠ માનતા જણાય છે. બાપુજી પાસે પણ વાત કરવા નથી જતા, પિતાના કામની ગણતરી કરાવવાની પરવા નથી રાખતા, એ બધું એમનામાં રહેલી મંગી આપવડાઈને કારણે હશે. જયારે ભણસાળીભાઈ જેવાના ઉપવાસનેય તેમણે ઝાઝું મહત્વ ન આપ્યું, ત્યારે મારી એ શંકા વધી ગઈ. પણ કેટલીક વખત ગયા પછી એક દિવસ મેં મગનભાઈને કિશોરલાલભાઈનાં વખાણ કરતા સાંભળ્યા, ત્યારે મને ભારે આશ્ચર્ય થયું. સડક ઉપર ફરતાં ફરતાં બેચાર જણની સાથે વાતો કરતાં મગનભાઈ કહેતા હતા કે, “કિશોરલાલભાઈ આપણા ગુજરાતના જ નહીં આપણા આખા દેશના મોટા માણસ ગણાય. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો તેમણે હજાર વરસની પ્રગતિનું કામ કર્યું છે. શ્રીમતુ શંકરાચાર્યે આપણા તત્વજ્ઞાનનું મંદિર ઊભું કરી તાળું વાચ્યું હતું, તે કિશોરલાલભાઈએ આટલે વર્ષે ખાલી નાખી આગળ વધવાનું મુક્ત ચિતન રજૂ કર્યું છે. કિરલાલભાઈ નિષ્ઠાવાન વ્યક્તિ છે એટલે એમણે પોતાનું લખાણ આગ્રહપૂર્વક ગુજરાતીમાં જ લખ્યું છે; પણ જો એ લખાણ અંગ્રેજીમાં લખ્યું હોત, તે આજે વિશ્વ-સાહિત્યમાં એમની ગણના થાત.”
મગનભાઈ સમા પોતાને શ્રેષ્ઠ માનનારા, કિશોરલાલભાઈની પ્રત્યે આટલી બધી પ્રદ્ધા રાખે છે, એ સાંભળી હું મનમાં ને મનમાં ગદ્ગદ બની ગયો; અને મને થયું કે, હું કિરલાલભાઈને ચરણે બેસી એમની પાસે ભણું છું તે પણ એમની મહાનતા નથી જાણતે, એટલી આ ચતુર વ્યક્તિ જાણે છે.
આટલું છતાં મારે કહેવું જોઈએ કે આઝામમાં બાપુ પાસે રહેનારા જે અનેક જાની અને તપસ્વીઓને હું ઓળખી ન શક્યો, અને જેમના સંપર્કને લાભ લેવાનું હું ચૂક્યો, એમાંના એક મગનભાઈ દેસાઈ પણ છે. બાપુજી માગે છે તેવી અનહંકારી વૃત્તિથી તેઓ રહે છે, સંયમ, સાધના, કર્મ અને સ્વાધ્યાય તેઓ કોઈને બતાવવા માટે નથી કરતા, અને કોઈના લાડકા થવાનાં હફી નથી મારતા, એ બધું એમની પાસેથી શીખવા જેવું છે એમ એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા વિના હું વિચાર્યા કરતે.
મીઠાસત્યાગ્રહ અને તે પછીની ચળવળ ઊપડતાં આશ્રમ અને વિદ્યાપીઠમાં એટલા પલટા આવ્યા કે એકબીજાની ભાળ એકબીજાને ઓછી જ રહી. પણ ૧૯૩૫માં પ્રાની અંદર કોંગ્રેસ સરકાર સ્થપાતાં વિદ્યાપીઠનું ફરી ઉદૂઘાટન થયું ત્યારે મગનભાઈ દેસાઈનું નામ વિદ્યાપીઠના સૂત્રધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org