________________
શ્રી. મગનભાઈનું આશ્રમી જીવન
૧
સત્યાગ્રહ આશ્રમમાં રહેનારાં વિવાહિત કુટુંબો બ્રહ્મવ્રત પાળતાં હતાં. પણ આશ્રમમાં ચાલતી રાષ્ટ્રીય થાળાના શિક્ષકો તો બ્રહ્મચર્યવ્રતના આદર્શમાં માનનારા – તે માટે મથનારા – કાર્યકર્તા હતા, અધ્યાપક મંડળમાં શ્રી, મગનભાઈએ જોડાઈને એક નવી ભાત પાડી હતી.
આશ્રમમાં જોડાયા પહેલાં મગનભાઈએ પેાતાના વડીલ કાશીકાકાને તથા તેમની દ્રારા રતલામ પાસે આવેલ ખાચરાદમાં રહેતા એક આધ્યાત્મિક મહાત્માને પોતાના ગુરુ યા માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા.
મગનભાઈ અને મારું કુટુંબ એક ચાલમાં આજુબાજુની ઓરડીમાં રહેતું. એટલે તે વખતની તેમની રહેણીકરણીનેા, જીવનપદ્ધતિના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ખ્યાલ મને સહેજે મળ્યા હતા.
મગનભાઈ નાનપણમાં પરણ્યા હતા; પણ જ્યાં સુધી આશ્રમની શાળામાં જેડાયા નહાતા, ત્યાં સુધી પેાતાનાં પત્ની શ્રી. ડાહીબહેનને તેડાવ્યાં નહોતાં. આશ્રમમાં એકાદ વરસ તેઓ એકલા જ રહ્યા હતા.
સવારમાં જ્યારે તેમને મળા, ત્યારે ઉત્તર હિંદુસ્તાનના સંત-મહંતે ની માફક માથું કાન ને ગરદને વિંટેલા મોટો ટુવાલ અવશ્ય જોવા મળે જ,
સવારની ચાર વાગ્યાની આશ્રમની પ્રાર્થનામાં તે પૂ. બાપુજી આશ્રમમાં હોય તો પણ ભાગ્યે જ આવતા, કારણ કે, સામાન્ય રીતે પ્રાત:કાલમાં ને મોડી રાતના તે આસનબદ્ધ થઈ ધ્યાનમાં લીન થઈ જવું વધારે પસંદ કરતા હતા.
તેમના ઓરડામાં ‘નેતી ધાતી' કરવાનાં લાંબાં દાતણ તથા ચમરી મેં જેર્યાં હતાં.
આશ્રમના નિયમો તથા વ્રતાની કેટલીક વાર અંગત મિત્રો સાથે તેઓ ખુલ્લા દિલથી આકરી ટીકા કરતા. અને વખતે વખતે આશ્રામવ્રતના અક્ષરને પકડી રાખનારના ઉપલકિયા કામની કે તેમના બાહ્ય આચારની “આશ્રામવેડા” કહીને હાંસી ઉડાવતા.
Jain Education International
Fe
For Private & Personal Use Only
www.jainelibrary.org