________________
નજીકથી રળિયામણા ડુંગર કે, તેઓ જતા-આવતા હોય ત્યારે ધૂળમાં રગદોળાયેલું ગંદુ બાળક દાદા દાદા કરતું તેમની આગળ દોડી આવે, તે તરત જ તેઓ તેને ઊંચકી લે અને વહાલથી રમાડે. મારા જેવા જોનારને થાય કે, આવા ગંદા બાળકને મગનભાઈ કેવી રીતે ઊંચકી લઈ શકતા હશે! પણ મગનભાઈની વાત્સલ્યપૂર્ણ આંખે તેનું ગંદાપણું નહીં પણ તેનું બાળકપણું જ નિહાળતી હોય એટલે બીજું થાય જ શું.
૧૯૪૨ની સાલમાં મને તેમની ખૂબ જ નજીક આવવાનું સદભાગ્ય સાંપડયું. એ ખરેખર વિરલ સદ્ભાગ્ય હતું, કેમ કે, એ ડુંગરની થી શોભા મેં ત્યારે નિહાળી. “હિંદ છોડો'ની લડતને કારણે અમને લગભગ એકસામટા જ પકડવામાં આવ્યા હતા. સાથે ભાઈ પરીક્ષિતલાલ પણ હતા આ રીતે અમારે ત્રણેને લગભગ દોઢ વરસ જેટલા સમય સુધી નાસિક જેલમા એકસાથે એક જ બૅરેકમાં રહેવાનું થયું. અમારી ત્રણેની પથારી પાસે પાસે જ હતી.
નાસિક જેલમાં પહોંચતાંની સાથે જ અમારી સુખસગવડ, ખાતરધરદાસ અને સંભાળનું કામ અમને પૂછયા-કર્યા વિના કે અમારી ઇચ્છા-અનિચ્છા જાણ્યા વિના જ તેમણે ઉપાડી લીધું; અને લગભગ દોઢ વરસ બાદ અમે છુટા પડયા ત્યાં સુધી અતિશય પ્રમ, મમતા અને કાળજીથી એકધારી રીતે એ તેઓ કરતા રહ્યા. - સવારમાં ઊઠીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી તેઓ અમારી બધી જ સંભાળ રાખે અને અમારી સઘળી પ્રવૃત્તિ પર ધ્યાન રાખે પોતે તે ઘણુંખરું વહેલા જ ઊઠે. પણ સવાર થવા આવે એટલે અમારી સંભાળનો તેમનો કાર્યક્રમ શરૂ થાય. મારે ઊઠવાને વખત થાય એટલે પોકારે, “મણિભાઈ ઊઠો; કાંતવામાં મંડી પડતાં નાહવાનો વખત વીતી જાય તો કહે, “મણિભાઈ નાહવા જાઓ, હવે વીશી આવવાનો વખત થવા આવ્યો છે. ભોજન કર્યા પછી તરત રેટિ લઉ તે કહે, “જરા સૂઈ જાઓ પછી કાંતો'; સાંજે મોડે સુધી અનુવાદનું કામ કરું તો કહે, 'મણિભાઈ હવે એ બંધ કરો અને બહાર જઈને ખુલ્લામાં ડું ફરો'; રાત્રે મોડે સુધી વાંચું તો કહે, “હવે ચોપડી છોડે અને સૂઈ જાઓ.” વગેરે.
ભાઈ પરીક્ષિતલાલ જેલમાં તેમને મળેલી નવરાશને લાભ લઈને, કાંતવા ઉપરાંત બધે વખત ગાંધી-સાહિત્ય વાંચવામાં આપતા. તે વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org