________________
શ્રી. મગનભાઈનું આથમી જીવન
રમતમાં રસ પેદા કરવા હાય, વિદ્યાર્થીઓનાં લખાણ શુદ્ધ અને શૃંખલાબદ્ધ થાય તે માટે મધપૂડો' જેવા માસિકનું સંપાદન કરવાનું હાય, અગર આશ્રમની નાનીમેાટી પ્રવૃત્તિઓના પરિચય બધાને રહે તે માટે નિયમિત સાપ્તાહિક આફ્રામ સમાચાર સમાચાર ” જેવું હસ્તલિખિત પત્ર પ્રસિદ્ધ કરવાનું હાય, તા એને કળશ માટે ભાગે મગનભાઈ પર જ ચડતો.
99
46
મગનભાઈ સામાન્ય રીતે પ્રથમ દર્શને કોઈ પણ નવી જવાબદારી સ્વીકારવાની ઘસીને ના પાડતા હોય છે. કારણ કે, જે કાંઈ નાનકડું કામ પણ તેમણે સ્વીકાર્યું હાય તેને સરસ રીતે કેમ પાર પાડવું તેની હરદમ ચિંતા તે સેવતા હોય છે. જેમ મગનભાઈના અક્ષર માતીના દાણા જેવા સુઘડ, આંખે ઊડીને આવે તેવા આકર્ષક છે, તેમ તેમનું દરેક કામ ખોડખાંપણ વિનાનું ચેાક્કસ હોય છે. યોગઃ ર્મસુ જૌરામ્ એમ તેઓ બોલતા નથી, પણ મૈં તો અનુભવ્યું છે કે, જે કાંઈ કામ મગનભાઈ હાથમાં લે છે તે સુવર્ણમય બની જાય છે.
૧૧
શરૂઆતમાં મગનભાઈ પોતાની પત્ની સાથે એકાંતમાં મળતા કરતા નહીં તેમ જ મેાટી બહેનેાના ગીતા કે પ્રાર્થનાના વર્ગો ચલાવવા તૈયાર થતા નહીં. પરંતુ પછી બહેનેાના વર્ગો પણ લેવાનું તેમણે શરૂ કર્યું. બહેનેાને સર્વાંગીણ કેળવણી આપવામાં મગનભાઈનું કામ એટલું બધું વખાણાવા લાગ્યું કે, સ્વ૦ જમનાલાલજીએ વર્ષામાં કન્યા આશ્રમ, મહિલા વિદ્યાલયની શરૂઆત કરી, ત્યારે મગનભાઈની કન્યા-વિદ્યાલયના આચાર્ય તરીકે માગણી પૂ બાપુજી પાસે કરી હતી. મગનભાઈએ વર્ષા જઈ એ વિદ્યાલયનું કામ એવું ગાઠવી આપ્યું કે, આજે વધુ મહિલા વિદ્યાલય હિંદુસ્તાનમાં બહેને માટે એક નમૂનેદાર સંસ્થા બની છે.
ડાહીબહેન અભણ હોવા છતાં કોઈના સુખી ગૃહસ્થાશ્રમ આજે કોઈને જેવા હાય, તા ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરને ઘેર એક દિવસ મહેમાન તરીકે રહી જોવા મારી ભલામણ છે.
મગનભાઈ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નિમાયા છી તેમણે પોતાનું મૂળ મકાન ગૂજરાત વિદ્યાપીઠનું છેાડયું નથી, તેમાં તેમન સંયમ ને સાદાઈ પ્રત્યેને આગ્રહ તા દેખાઈ આવે છે; પણ તે કરતાંરે વધારે તા ડાહીબહેનનું સાદું શુદ્ધ સંયમી ખડતલ સરળ નિર્દોષ જીવન કારણભૂત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org