________________
અલિપ્ત ઉપાસક વિશેષતા પર મારું પહેલું ધ્યાન આવા એક બે પ્રસંગે ગયું. બધા જ કામ પૂરું કરીને ચાલ્યા ગયા અને કોઈ કોઈ તે નાહીને પાછા આવ્યા ત્યારે પણ મગનભાઈને મેં હાથમાં સાવરણ લઈ ઝીણી નજરે બાકી રહી ગયેલો કચરો સાફ કરી નાખીને આખું આંગણું ને રસ્તો સાથે આના સ્વચ્છ કરવાની મહેનત એકલા એકલા મૂંગે મૂંગે કરતા જોયા. હજુ એ અમારી શાળાના નવા જ શિક્ષક હતા. છતાં આવી ચીવટ જોઈને મને થયું કે આપણી શાળાના શિક્ષકમાં આ નામ કાઢશે.
બીજે એક પ્રસંગે સમૂડ-શ્રમથી નળિયાં કે ઇંટો નવા મકાન માટે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાનાં હતાં. ઉત્સાહથી બધાએ કામ કર્યું તે સાથે વાતચીત અને બેલચાલ પણ થોડી થાય જ. વચ્ચે વચ્ચે કેટલાક ઓછોવત્તો ઉત્સાહ પણ બતાવે. પરંતુ મગનભાઈ ખરેખર શૂન્યવત્ બની બધાની વચ્ચે આ વખત કામ કરતા રહ્યા. કેઈની સાથે હરીફાઈ નહીં, દોડાદોડ પણ નહીં અને જરાક જેટલું આળસ પણ નહીં.
અમારે આશ્રમમાં એવું ખરું કે કામ કરવામાં ઘણાયે મહારથીઓ પાર વિનાનું કામ કરે. પણ પછી બાપુજી પાસે, મગનકાકા પાસે, કાકાસાહેબ પાસે અથવા વિદ્યાથીઓ વચ્ચે એક બે વાર કહી નાખે કે, હું તો થાક્યો, કેટલું કામ ઉકેલી નાખ્યું.” અથવા “કામ કંઈ થોડું નથી ઉકેલ્યું પણ થાક નથી લાગે છે!' કલાકો સુધી કામ કર્યા છતાં મગનભાઈને આવા ઉદ્ગાર કાઢતાં મેં નથી સાંભળ્યા.
શરૂ શરૂમાં મેં માની લીધેલું કે મગનભાઈ કામગરા તે બહુ છે પણ એમનો સ્વભાવ લુ છે. રસિકતા જેવું એમનામાં કશું નથી. કામ વખતે કામ અને બાકી ચોપડીઓ વાંચવી એટલું જ તેઓ જાણે. પણ એક દિવસ મેં આખે જોયું તે માનતાં મને વાર લાગી. આશ્રમના છાત્રાલયની ઉપરની ઓરડીમાંથી મધુરું સંગીત રેલાઈ રહ્યું હતું. ધ્યાન દઈને સાંભળતાં જણાવ્યું કે દિલરુબા ઉપર મીઠું મીઠું ગીત ગવાઈ રહ્યું છે. ઓરડી પાસે જઈને જોઉં છું તો મગનભાઈ દેસાઈ ઠીક ઠીક શીખેલા હોય તેમ પિતાના નાજુક કંઠ વડે “દેખો સખી, શોભા સલૂણા થામની” ગાઈ રહ્યા હતા અને દિલરુબા પર હળવે હાથે ગજ ફરી રહ્યો હતો. તે દિવસે હું સમજ્યો કે મગનભાઈ કોરા નથી. પોતાની કામની ક્ષણો નાહકની વેડફાઈ ન જાય એટલા પૂરતા જ તેઓ રમતગમત વગેરેથી દૂર રહે છે. ઘડિયાળને કાંટે પ્રત્યેક કામ કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org