________________
અલિપ્ત ઉપાસક
જુવાનિયો જો પિતાની કે ગુરુની શિખામણ છાનોમાને માની લે, તે એ જુવાનિ શાને કહેવાય ! ચડસાચડસી એના મનમાં જાગે જ. એ આજુબાજુ જોવાનો કે મને જ કડવા આદેશ કેમ અને બીજાને ગળ્યા આદેશ શા સારુ
બાપુજીની સાથે વાદવિવાદ કરવાનું મારાથી ન બનતું. એમની વાત મનમાં આકરી લાગી ગઈ હોય તે મનમાં એ ઘેળાયા કરતી અને એના પ્રકાશમાં સમજાય એટલું સમજવાનો પ્રયાસ કર્યા કરતો. આ રીતે જે અનેક નવજુવાન આશ્રમવાસીઓના જીરનમાં હું જ્યારે ત્યારે ડોકિયું કર્યા કરતે, તેમાં હતા વિનોબાના નાના ભાઈ બાળકોબા, તત્ત્વચિંતક સુરેન્દ્રજી, મૌની કર્મવીર હોટેલાલજી જૈન, આકરા તપસ્વી ભણસાળીભાઈ. સ્વાધ્યાયમૂર્તિ ચંદ્રશંકર શુકલ, અને અલિપ્ત ઉપાસક મગનભાઈ દેસાઈ. આ બધા પ્રખર સાધકો હતા. ઉંમરમાં મારાથી બહુ મોટા ન હતા. એમાંના કોઈ બાળપણથી મારી પેઠે બાપુજી પાસે ઊછરેલા ન હતા. દરેકમાં પિતાનું આકર્ષક વ્યક્તિત્વ હતું અને તે સૌએ આપબળે કેળવેલું હતું.
વખાણ થાય તે સ્થળે પડયાપાથર્યા ન રહેવું, એ જાતને જે કડવો ટડો બાપુજીએ મને પીવા આપેલ, તે દિશામાં આ બધા નવજવાનો ઠીક ઠીક આગળ વધેલા હતા એમ હું જોયા કરતો. તેમાંયે મગનભાઈ દેસાઈ પ્રત્યે મને વધારે અચરજ થતું કે તેમને પોતાની કિંમત બીજા પાસે અંકાવવાની કાંઈ પરવા જ નથી. કોઈ પોતાની મહેનત સામું જુએ છે કે નહીં, પિતાની ચતુરાઈ જોઈને કોઈ નોંધ લે છે કે નહીં, અથવા પિતાની સાધનાને કયાંય આંક મુકાય છે કે નહીં – એ વિચારવાનીય એમને પડી ન હતી એમ હું
જાતે.
આશ્રમની રાષ્ટ્રીય શાળામાં વારંવાર વિશેષ-સફાઈને સમૂહશ્રમ ગોઠવાતે. વિદ્યાર્થીઓને ને શિક્ષકો મળીને અઢી-ત્રણ કલાક સુધી તનતોડ મહેનત કરતા. આવા પ્રસંગે કામ પૂરું થયાને દાંટ વાગે ત્યારે સૌ ખભે પિોતિયું નાખી સાબરમતીમાં નાહવાને ચાલતા થાય એ સ્વાભાવિક હતું. મગનભાઈ દેસાઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org