________________
સત્યાગ્રહાશ્રમની શાળામાં
શ્રી. મગનભાઈની પહેલવહેલી મારી ઓળખાણ ગુજરાત મહાવિદ્યાલયના સંગીતમંદિરમાં થયેલી. તેઓ દિલરબા શીખવા આવે અને હું કંઠય સંગીત ભણવા જાઉં. કેટલીક વાર તેઓ દિલરુબા સાથે ગાવા પણ માંડે અને હું પછી તેમની જોડે નરઘાં વગાડવા માંડું. તે પરથી શ્રી. મગનભાઈની સંગીતની પ્રગતિ વિશે મારે ઊંચો ખ્યાલ ન થયો, પણ તેમને સંગીત વિષેને પ્રેમ જોઈને હું મુગ્ધ થયો તેઓ મહાવિદ્યાલયમાં ગણિતના અનુસ્નાતક તરીકે આવેલા, તેમ છતાં તેઓ વાદ્યસંગીત શીખવા જેટલો સંગીતને પ્રેમ ધરાવે છે, તે જોઈને તેમના પ્રત્યે મારા મનમાં માન ઊપજયું.
૧૯૨૪ના અરસામાં તેઓ આશ્રમની શાળામાં જોડાયા. શ્રી. કાકાસાહેબ તે વખતે આચાર્ય હતા અને શિક્ષકોમાં પં. ખરે, છગનલાલ જોષી, હરિહરભાઈ ભટ્ટ, ચંદ્રશંકર શુકલ, ગેપાળરાવ કુલકર્ણી, રમણીકલાલ મોદી અને ઠાકોરભાઈ દેસાઈ હતા. હું શાળામાં ૧૯૨૫માં આવ્યો. શ્રી. મગનભાઈ ૧૯૨૫માં ગૃહપતિ નિમાયા, તે છેવટ સુધી એટલે ૧૯૨૯માં શ્રી. કાકાસાહેબ તેમને વિદ્યાપીઠમાં લઈ ગયેલા ત્યાં સુધી. શાળામાં તેઓ ખાસ કરીને ગણિત, ગુજરાતી અને અંગ્રેજી શિખવાડતા. શિક્ષક તરીકે તેઓ યશસ્વી હતા.
પણ ગૃહપતિ તરીકે તેમની કામગીરી મને આશ્ચર્યકારક લાગી છે. છાત્રાલયના છોકરા વિનયી પણ સ્વતંત્ર મિજાજના હતા. મગનભાઈ તેમની જોડે તેમાંના એક થઈને રહેતા, તેથી તેમને કોઈ દિવસ કામમાં મુશ્કેલી આવતી નહીં. બધાની ઉત્તમ કાળજી રાખે, અભ્યાસમાં મદદ કરે, તેમને સુવાડીને સૂએ અને મળસકે ચાર વાગ્યે ફાનસ લઈને બધાને જગાડે પણ
ખરા.
એક છોકરો તેફાની અને હઠીલો હતે. માબાપને એકને એક કરે હોવાથી માને લાડીલો હતો. તેના પિતા હઠાગ્રહી અને આશ્રમના વ્રતપાલનમાં અતિશય ચુસ્ત હતા. તેમને દીકરો એક વાર કંઈક જઠું બોલેલે. તે પરથી પિતાશ્રીએ તેને ગળામાં “હું જૂઠું બેલો છું એવું પાટિયું ટીંગાડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org