________________
કમ યાગી નિ:સ્વાર્થી સેવક
ભાઈશ્રી મગનભાઈ સંબંધી કંઈ લખવું એટલે ઇ૦ સ૦ ૧૯૧૬-૧૭ની સાલને યાદ કરવી રહી. તે વખતે ચરોતર પ્રદેશમાં બે જ હાઇસ્કૂલ હતી. બ્રિટિશ રાજ્યમાં એક નડિયાદમાં અને બીજી ગાયકવાડી રાજ્યમાં પેટલાદમાં. હું પેટલાદ બોર્ડિંગમાં રહી ત્યાંની હાઇસ્કૂલમાં ભણતા હતા. મગનભાઈ નડિયાદ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા હતા, પણ તેમની અને સી૦સી૦ દેસાઈ (જે આઇ૦ સી૦ એસ૦ થયા છે.) એ બંને વિદ્યાર્થીઓની ઘણી જ હેશિયારીની ખ્યાતિ અમને પેટલાદમાં પણ સંભળાતી. તે તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં મૅટ્રિકની પરીક્ષા ઘણા જ આગલા નંબરે પાસ કરીને ખરી પાડી,
આમ તો મને મગનભાઈને કંઈક પરિચય જ્યારે હું મુંબઈ મેડિકલ કૉલેજમાં ભણવા ગયા ત્યારે પ્રથમ થયેલા. તેઓ તેમના મિત્ર શ્રી. હરગોવિન્દદાસ પટેલ, જેઓ હાલ મુંબઈમાં ડૉકટર તરીકે પ્રેકિટસ કરે છે, તેમને મળવા આવતા ત્યારે હું પણ મળતા. તે વખતની તેમની સાદાઈ અને ગ્રહણશક્તિએ મારા પર ઊંડી છાપ પાડેલી.
પછી તે લાંબા પરિચય રહ્યો નહીં. તેમણે સત્યાગ્રહની લડાઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજ છોડી અને હું મારા મેડિકલ અભ્યાસમાં ચાલુ રહ્યો. તેઓ અત્રે આવી, ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ફરીથી હું ૧૯૩૧ના ડિસેમ્બરમાં વાડીલાલ સારાભાઈ જનરલ હૉસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિગૃહના સુપરિન્ટેન્ડેન્ટ અને સર્જન તરીકે અમદાવાદમાં આવ્યો, ત્યારે તેમને કોઈ કોઈ વખત મળવાનું થતું.
તેમને નિકટ સંબંધ તે મને ગુજરાત યુનિવર્સિટીમાં થયા, તે ગુજરાત યુનિવર્સિટી કમિશનના સભ્ય હતા અને શરૂઆતથી જ સેનેટના સભ્ય હતા. હું પણ પ્રથમથી જ સેનેટને સભ્ય હને, અમે બંને સિન્ડિકેટમાં પણ ચૂંટાઈને આવ્યા. એટલે સિન્ડિકેટની સભામાં તેમ જ બીજી કમિટીએ વગેરેમાં તેમને મળવાનું થતું. તેથી તેમના વિચારો જાણવાનું મળતું. તેએ પછી વાઈસ ચાન્સેલર થયા અને મારું સિન્ડિકેટનું સભ્યપણું ચાલુ રહ્યું એટલે તેંઓના નિકટના સંબંધમાં છેલ્લાં નવ વર્ષથી હું છું, એમ કહું તે વધુ પડતું નહીં ગણાય.
Jain Education International
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org