________________
એક ઝલક હતા, કંઈક વિચારમગ્ન પણ દેખાતા હતા. ત્યાં આ પ્રકારને પ્રશ્ન સાંભળી મેં સામેથી પૂછયું, “તમારે એનું શું કામ છે?”
“મને એ શાસ્ત્રને રસ છે. મેં એને અભ્યાસ પણ કર્યો છે, પણ બરાબર સમજ પડી નથી. હું ચક્કસ માનું છું કે અસલના યોગીઓને આ નાડીઓનું સંપૂર્ણ જ્ઞાન હતું. સુષુમણા વગેરે નાડીનાં અને ચકોનાં બરાબર વર્ણન મેં વાંચ્યાં છે. હઠયોગીઓ એ નાડીઓ ઉપર પ્રભુત્વ ધરાવતા અને પ્રાણનું સંકલન કરતા. આજે જે જોવામાં આવે છે કે અમુક સાધુઓ પોતાનું હૃદય કે શ્વાસોચ્છવાસ થોડા વખત માટે અટકાવી શકે છે, અથવા થોડા દિવસ માટે આવતા દટાઈ રહે છે, તે એ હઠાવના જ પ્રકારો છે. મેં વાંચ્યું છે એટલું જ નહીં, મેં ઘણાં વર્ષો પહેલાં એવા યોગીઓ પણ જોવા છે અને એમની પાસે છેડો અનુભવ પણ મેળવ્યા છે. મારે એ વિષયમાં ઊંડા ઊતરવું છે. આજકાલ વખત નથી મળતું, પણ તેથી શું?”
હું વિચારમાં પડયો. મગનભાઈની “હઠ... ફક્ત વિરોધીઓને નહીં, મિત્રોને પણ અકળાવતી. એમના એ સ્વભાવને અને હઠયોગીઓ સાથેના એમના રહવાસને કંઈ સંબંધ હશે ખરો?
ઘણાં વર્ષ પહેલાં જયારે મેં પહેલવહેલું સાંભળ્યું કે મગનભાઈએ જીવનમાં “ગુરુ” કર્યા હતા, ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયેલું. મગનભાઈ કે જે પોતાની તીક્ષ્ણ બુદ્ધિની મદદથી, સામાને માત કરવામાં જ માને, તે “ગ” આવ પણ નમતું જોખે ખરા? મગનભાઈ કે જેમની ખ્યાતિ,
એ સાંભળે નહીં તો સ્વીકારે ક્યાંથી”ની હોય, તે “ફાર્ષિ નાં ત્યાં પ્રપન્ન”ની સ્થિતિમાં કલ્પી શકાય ખરા? છતાં એ હકીકત છે કે જેમ શ્રી. કિરલાલભાઈને ગુરુ હતા, તેમ મગનભાઈને પણ ગુરુ હતા અને એ ગુરુ કરવાનાં મીઠાં ફળ એમના મિત્રોને તો પૂરેપૂરાં જાણીતાં છે. મગનભાઈ ગુરુ કરી શકે છે – એ યાદ રાખી, જ્યારે એમની સાથે કામ લેવામાં આવે છે, ત્યારે એમને “આગ્રહી', 'જડ', “હઠીલો” સ્વભાવ પિકળ બની જ ઘણી વખત જોયો છે.
મગનભાઈ એટલે ઘરના માણસ. એ આવવાના સાંભળી, કે આવે ત્યારે, ઘરના કોઈ ઊંચા-નીચા નહીં થાય. એમના જેવી પ્રખર તેજસ્વી વ્યક્તિ ઘરમાંનાં બધાં માણસ સાથે કેવી રીતે ટેવાઈ જઈ શકે છે, એ મારે માટે આજે પણ કોયડો છે. નાનાં બાળકો આગળ વાત કરીએ કે મગનભાઈ જિદ્દી સ્વભાવના માણસ છે, તે માટે જ નહીં. “આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org