________________
એક ઝલક
૫૦
ફાળા અને સમય આપ્યાં છે. તેમનાં પેાતાનાં પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તે જોવાથી જણાશે કે, કેળવણી, ઇતિહાસ, રાજકારણ, ધર્મકારણ, સમાજકારણ, આદિ વિવિધ વિષયામાં તેમણે પોતાની લેખિની ચલાવી છે. પત્રકારિત્વમાં પણ તેમની સેવા કંઈ ઓછી નથી. રિઝન છાપાં, નવલીવન માસિક વગેરેનું સંપાદન કરીને તે બાબતની તેમની શક્તિના આપણને પરિચય કરાવ્યા છે. છેલ્લી નડિયાદની ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે પત્રકારિત્વ વિભાગના તેઓ પ્રમુખ નિમાયા હતા. વળી તેમનાં લખાણા ઉપરાંત અન્ય પ્રકાશનામાં તેમની પ્રસ્તાવનાઓ અને નિવેદના પણ તેમની સાહિત્યિક શક્તિની આપણને ઠીક ઠીક પિછાણ કરાવે છે.
૧૧
આ કંઈક લાંબું લખાણ પૂરું કરતાં પહેલાં શ્રી. મગનભાઈના વિશિષ્ટ વ્યક્તિત્વ અંગે મારા પર પડેલી છાપ વર્ણવું, તે તે અસ્થાને નહીં ગણાય.
ધીર ગંભીર માણસાના રમૂજી સ્વભાવ કેવા મજાના હોય છે તે અંગે ગાંધીજીના અનેક દાખલા આપણને મળી શકે એમ છે. શ્રી. મગનભાઈ દેસાઈંને હાથે છ ગળી છે. કોઈ તેમને આ ખાડ બાબત કંઈ પૂછે છે, ત્યારે જવાબમાં તે જણાવે છે કે, 'મને છ આંગળી છે એટલે માણસને છ આંગળી છે એટલે માણસને છ આંગળીઓ કુદરતે આપેલી છે. એને અર્થ એ કે, જેને પાંચ આંગળી છે તે એક આંગળીની ખાડ – ખાટવાળા કહેવાવા જોઈએ.'
વિદ્યાપીઠની જમીન ઉપર વસનારાં સૌની એક વડીલ તરીકે એ સંભાળ રાખે છે. વખતે વખત સૌની ખબર અંતર પૂછયા કરવાનું, માંદાઓને મળતા રહેવાનું, બાળકોને હેતભાવથી ખેલાવવા-કુદાવવાનું વગેરે એ બરાબર કરતા હોય છે. તે જ્યારે રસ્તા ઉપર થઈને જતા હાય, ત્યારે કુટુંબેાનાં બાળકો, ‘દાદા' ‘દાદા’ કહીને તેમને બાલાવતાં જ હોય અને તે પણ દરેકને તેના ઘટતા જવાબ આપતા હાય.
નાનાં બાળકો એમને ખૂબ પ્રિય છે. બાળકો સાથે એએ મજાથી ખેલે છે, કૂદે છે. આ કારણે આ મહાન કેળવણીકારના ઘરમાં બાળકો વિનારોકટોક ઘૂસી જઈ શકે છે. શ્રી મગનભાઈ ગમે તેવા ગંભીર કામ કે વિચારમાં હોય તાપણ બાળકોને તે હેતથી બાલાવે છે, હસાવે છે, કુદાવે છે અને મેાજ કરાવે છે.
અમુક અપવાદો સિવાય ગમે તેવા સંકટના સમયમાં તે કદી નિરાશ થયેલા જોવા મળતા નથી, કોઈ સંકટ કે આફત વખતે કુદરત અને પ્રભુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org