________________
વિદ્યાપીઠના મહામાત્ર રહેતી જેની સામે સંસ્થાને એક લાખ, ચાર હજાર રૂપિયાથી વધુ રકમની ઈયરમાર્ક ૨કમોના દેવાની જવાબદારી ઊભી હતી.
૧૯૪૯ પછી સંસ્થાની ચાલુ પ્રવૃત્તિઓને ઠીક ઠીક વેગ મળ્યો. ચાલુ પ્રવૃત્તિઓના વિકસવા ઉપરાંત નવી નવી પ્રવૃત્તિઓ ઉપાડવામાં આવી; પ્રવૃત્તિઓ ખાતેના ખર્ચની જોગવાઈ માટે આવકે વિચારવા લાગી, અને તે મળતી થઈ. આ સંસ્થાનું સંચાલન કરવામાં આવક-ખર્ચની વેપારી દૃષ્ટિ શ્રી. મગનભાઈએ કોઈ દિવસ રાખી નથી. સંસ્થાની જરૂરી પ્રવૃત્તિઓ ઊભી કરીને જ તેના ખર્ચને પહોંચી વળવાના ઉપાયે તેમણે વિચાર્યા છે. આવકના અભાવે પ્રવૃત્તિ પડતી મુકવાનું તેમણે વિચાર્યું નથી. આમ એક જાહેર સંસ્થાના સંચાલકે જેમ કરવું ઘટે, તેમ શ્રી. મગનભાઈએ કર્યું છે.
આજે વિદ્યાપીઠનું વાર્ષિક અંદાજપત્ર પાંચ લાખ આસપાસના આવકખર્ચનું છે. સંસ્થાના જમીન, મકાનો ખાતે રોકાણ લગભગ તેર લાખની રકમનું છે; અને બીજાં બે લાખનાં મકાનનું બાંધકામ ચાલુ છે. ગ્રંથાલયમાં સંગ્રહાયેલા પુસ્તકની કિંમત અઢી લાખથી વધુ રકમની છે. વિદ્યાપીઠના પ્રકાશન ખાતે પાંચ લાખથી વધુ રકમનું રોકાણ રહે છે; અસબાબ ખાતે લાખેક રૂપિયા અંદાજે રોકાયેલા છે; જ્યારે સામે સંસ્થાનું ભંડળ સાડા ચૌદ લાખ લગભગનું છે. ઈયરમાર્ક રકમ અંગે તથા અનામત ફંડની મળી સવા તેર લાખ રૂપિયાની સંસ્થાની જવાબદારી ઊભી છે, જેની સામે સરેરાશ સાતેક લાખની રોકડ રકમ સિલકમાં રહ્યાં કરે છે. આમ વિદ્યાપીઠની દશકા પહેલાં નાણાકીય સ્થિતિ અધ્ધર જેવી હતી તે સધ્ધરતા શ્રી. મગનભાઈ દેસાઈના પ્રયાસથી વળી રહી છે. આમ કરવામાં સંસ્થાની ચાલુ પ્રવૃત્તિઓના અને નવી પ્રવૃત્તિઓના ખર્ચને પહોંચી વળવામાં શ્રી. મગનભાઈએ આર્થિક મુશ્કેલી અનુભવવા દીધી નથી તેમ જ આર્થિક મુશ્કેલીઓના કારણે કોઈ પ્રવૃત્તિ તેમણે પડતી મૂકી નથી. આમ શ્રી. મગનભાઈ એકલા કેળવણીકાર નહીં પણ સારા નાણાશાસ્ત્રી પણ છે, એમ કહેવું જોઈએ.
૧૦ પિતાનાં પ્રકાશને અંગે વિદ્યાપીઠ અમુક ચોક્કસ નીતિ નક્કી કરેલ છે. આ નીતિ અનુસાર પિતાની મુખ્ય પ્રવૃત્તિઓ પૈકીની આ એક પ્રવૃત્તિ સંસ્થા પહેલેથી કરતી રહી છે. વિદ્યાપીઠનું પ્રકાશન છેલ્લાં પંદર વર્ષ થયાં ઠીક ઠીક વિકસ્યું છે. શ્રી. મગનભાઈ અનેક કામમાં અને પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવા છતાં વિદ્યાપીઠની પ્રકાશન-પ્રવૃત્તિ વિકસાવવા તેમણે ઠીક ઠીક એ૦ – ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org