________________
મગનભાઈના જીવનનાં વિવિધ પાસાએ શ્રદ્ધા રાખી પ્રકાશની એ રાહ જોતા હોય છે. એમના સ્વભાવનું આ લક્ષણ એમના મહાનુભાવ આત્માની આપણને ઝાંખી કરાવે છે.
તેમના પરિચયમાં આવનારને જણાયા વગર નથી રહેતું કે, ધર્મ પ્રત્યેની ઉદાત્ત ભાવના, નિરભિમાનતા, સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠા દ્વારા જીવન જીવવાની કળા તેમણે સિદ્ધ કરી છે. તેમની આ સિદ્ધિને લીધે જ તેમનું વિદ્યાપીઠનું સંચાલન શોભી રહ્યું છે અને પ્રતિષ્ઠા પામી રહ્યું છે.
ગાંધીજીએ કહ્યું છે કે, “વિદ્યાપીઠ ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં ચાલે છે અને ભવિષ્યમાં ચાલવાની છે. વિદ્યાપીઠનાં રૂપાંતર થયાં છે અને થયાં કરશે.” ગાંધીજીની વિદ્યાપીઠ વિશેની આ આશા અને શ્રદ્ધા એ જ આજે શ્રી. મગનભાઈ દેસાઈની વિદ્યાપીઠ સંસ્થા અંગેની આશા અને શ્રદ્ધા છે. મગનભાઈ દેસાઈનું જીવન એ હવે તેમનું વ્યક્તિગત – વૈયક્તિક જીવન રહ્યું નથી; તેમનું જીવન એ સાર્વજનિક જાહેર મૂડી બની રહ્યું છે. અભિનંદન ગ્રંથમાંથી].
શાંતિલાલ જીવણલાલ ગાંધી
મગનભાઈના જીવનનાં વિવિધ પાસાંઓ
મને બરાબર યાદ છે, કૃષ્ણપક્ષની એકાદશીની એ રાત્રી હતી. લગભગ સાડાનવ થવા આવ્યા હશે. હું અને મગનભાઈ, ઉનાળાની એ સાંજે મેડા ડુમસની ચોપાટી ઉપર આંટા મારવા નીકળેલા. ૪-૫ માઈલ ચાલ્યા પછી થાક ઉતારવા બાંકડા ઉપર બેઠા. આજુબાજુ ઘોર અંધારું હતું, બાંકડા બધા નિર્જન થઈ ગયા હતા. સામે દરિયો ઘૂઘવતે હતે. ડાબી બાજુએ દૂર દર ઉભરાટના વીજળીના દીવાઓ ટમટમતા હતા. જમણી બાજુ દીવાદાંડી ઝબૂકતી હતી. એ નીરવ શાંતિમાં અને એ અંધકારમાં મગનભાઈએ એકાએક પ્રશ્ન પૂછયો – “દાદા, તમે તે Physiology (શરીર-વિજ્ઞાન શાસ્ત્ર) ભણ્યા છો. મારે જાણવું છે કે, શરીરમાં Solar plexus કયાં આવ્યું? તેને બીજી Nervous System સાથે સંબંધ શું? તે કોને નિયંત્રિત કરે છે, અથવા તેને કોણ નિયંત્રિત કરે છે? Sympathetic system
અને Internal Hormones નો સંબંધ શું? - અચાનક પુછાયેલા આવા પ્રશ્નોથી મને આશ્ચર્ય થયું. સામાન્ય રીતે, ફરતાં ફરતાં મગનભાઈ કંઈ કંઈ વાતે કરતા. આજે ફરતી વખતે શાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org