________________
એક ઝલક
-
પણ દેશમાં બીજે એવી હવા જામી શકી નહીં ભાષાના અનેક ઝઘડા ઊભા થયા. હિંદી-હિંદુસ્તાની, સ્વભાષા-હિંદી એવા ઝઘડાઓએ અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરિણામે બે બિલાડી ને વાનરની વાતનું પુનરાવર્તન થયું ને હિંદની ભાષાની સાઠમારીમાં અંગ્રેજીના ટેકેદારોને ફાવતું આવી ગયું. આપણે ત્યાં એના પ્રત્યાધાત કદાચ ન પડત – પણ ગુજરાત યુનિવર્સિટીના કાયદામાં દસ વર્ષમાં માધ્યમની ભાષા ગુજરાતી અને/અથવા હિંદી રાખવાને જે આદેશ હતા, તે અંગે આપણી મુંબઈ સરકારે પેાતાને હસ્તકની કૉલેજેમાં હિંદી માધ્યમ રહે એવા આગ્રહ સેવ્યો. આના પ્રત્યાઘાતમાં શ્રી, મગનભાઈએ પોતાના જ સાથીઓ ને મિત્રાની બનેલી મુંબઈ સરકાર સામે મારવા માંડયા ને ગુજરાત યુનિવર્સિટીમાં માધ્યમની ભાષા તરીકે ગુજરાતી જ રહેશે એવા પ્રસ્તાવને માટે સેનેટની બહુમતી મેળવી. આમાં ૧૯૬૧ સુધી અમુક શરતે વિકલ્પે અંગ્રેજી ચાલુ રહે એવી બાંધછોડ એમણે કરી. આને લઈને જે લોકોને માધ્યમની ભાષા તરીકે ગુજરાતી તેમ જ હિંદી પૈકી એક પણ મંજૂર ન હતી, જે કેવળ અંગ્રેજી જ ઈચ્છતા હતા, તે પણ સર્જનારો સમુત્ક્ષને અર્પ યજ્ઞતિ પંડિતઃને ન્યાયે ભળ્યા – એવી આશાએ કે ૧૯૬૧ સુધી તે અંગ્રેજી ચાલુ રહેશે — પછી '૬૧ની પછીની વાત '૬૧માં, એ વખતે જો એ સૌને ખ્યાલ હોત કે ૧૯૬૧ની સાલ માટેનું આયેાજન કરનાર વાઈસ-ચાન્સેલર શ્રી. મગનભાઈ હશે, તો સંભવ છે કે તેમણે તે વખતે જુદા વિચાર કર્યો હોત – ને કેવળ અંગ્રેજી જ અથવા કેવળ હિન્દીની જ હિમાયત કરી હોત. હિંદીની એ કારણે કે એ વાત અશકય હતી (જે આણંદની વલ્લભ વિદ્યાપીઠે સારી રીતે પુરવાર કરી દીધી છે) એટલે અંગ્રેજીને જ અમરપટો મળી જાય. પણ એમાં એ બધા ભૂલથાપ ખાઈ ગયા. પરિણામે શ્રી. મગનભાઈના વાઈસન્સાન્સેલરપદે આવ્યા પછી એ સૌના દિલમાં ફડક પેસી ગઈ કે હવે તે। ગુજરાતી જ માધ્યમ બનશે. એથી સેનેટે કરેલા નિર્ણયને એક અથવા બીજી રીતે નિષ્ફળ બનાવવા એ સૌના તરફથી ચક્રો ગતિમાન બન્યાં છે. હવે માધ્યમ તરીકે અંગ્રેજીના ઉપયોગ કરવાના વિકલ્પને '૬૧ની જગ્યાએ '૬૫ સુધી લંબાવવાની માગણી એમના તરફથી શરૂ થઈ છે. ‘અણીચૂકયો સો વર્ષ જીવે’ની ઢબે એ બધાં બળોએ હવે પેાતાના દાવ અજમાવવા માંડયા છે. '૬૫ સુધીની મહેતલ મળી જાય, પછી ’૭૦ સુધી જતાં કોણ રોકવાનું છે!
-
.
આ બળાનું સામર્થ્ય જેવું તેવું નથી. યુનિવર્સિટીના વહીવટ ને શિક્ષણનું માધ્યમ
30
Jain Education International
યુનિવર્સિટીની સ્થાપના કાળે ગુજરાતી હોવાં જોઈએ એવી
For Private & Personal Use Only
www.jainelibrary.org