________________
એક ઝલક ઘણી જ યાદગાર નીવડશે, એમ સૌ કોઈ આગળથી માનતા. સને ૧૯૧૭ની સાલમાં તે હાઈસ્કૂલના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ પહેલાં કેઈએ કદી નહીં મેળવેલી ફતેહ મેળવીને, ગવર્નમેન્ટ હાઈસ્કૂલની ઉજજવળ કારકિર્દી ઉપર સુવર્ણકળશ ચડાવ્યો. શિક્ષકગણે સ્વજનોએ અને સંબંધીઓએ સેવેલી આશા પરિપૂર્ણ થઈ. સર્વેએ ગૌરવ અનુભવ્યું અને તે વખતે સાંપડેલે અનહદ આનંદ હજુ પણ સાંભરે છે. આ બે વિદ્યાર્થીઓમાંના એક શ્રી. મગનભાઈ દેસાઈ અને બીજા શ્રી. સી૦ સી૦ દેસાઈ (આઈ સી એસ9).
શ્રી. સી સીવ દેસાઈનું ધ્યેય પહેલેથી આઈ સી. એસ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું હતું. તે હેતુ લક્ષમાં રાખી, એક વર્ષ બચાવવા ખાતર તે એ વખતના છઠ્ઠા ધોરણમાંથી મૅટ્રિકની પરીક્ષામાં બેઠા. આ બન્ને વિદ્યાર્થીઓ પ્રખર તેજસ્વી અને મહેનતુ હતા; અને એકબીજા વચ્ચે સખત હરીફાઈ હતી. કેણ કોને મારી જશે, એ કહેવું મુશ્કેલ હતું. કદાચ બન્ને સરખા માકર્સ મેળવે તે પણ સંભવ હતો અને લગભગ થયું પણ તેમ જ.
તે સમયમાં મૅટ્રિકની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવનારને ૭૦ ટકાથી ૭૫ ટકાની આસપાસ માકર્સ મળતા અને ૬૦ ટકા ઉપરના લગભગ બધા પહેલા પચાસમાં આવતા. તે વખતે આજના જેટલા અઢળક માકર્મ અપાતા નહીં; અને આવતા નહીં; કારણ માધ્યમ અંગ્રેજી હતું અને વધુમાં આજના જેવા પરીક્ષકો નહોતા. આજની સરખામણીમાં તે સમયના વિદ્યાર્થીઓ ઓછા હોશિયાર હતા એ કહેવું ભૂલભરેલું છે.
સને ૧૯૧૭માં આખી યુનિવર્સિટીમાં મૅટ્રિકમાં પ્રથમ નંબરે આવવાનું માન શ્રી. એસ૦ વીરુ દેશપાંડેને મળ્યું. શ્રી. સી સી૦ દેસાઈ અને શ્રી. મગનભાઈ દેસાઈ આખી યુનિવર્સિટીમાં બીજા અને ત્રીજા નંબરે આવ્યા, બનેના માકર્સમાં એક જ માર્કને તફાવત હતા અને પહેલા અને બીજા વચ્ચે પણ ઘણા થોડા માકર્સને તફાવત હતો. આ ત્રણે વિદ્યાર્થીઓ ઍલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થયા,
શ્રી. મગનભાઈ દેસાઈ, નડિયાદના દેસાઈવગાના પાટીદાર છે. જોકે ઘણા વર્ષોના અનાવિલ સાથેના સહવાસને કારણે તેઓ અનાવિલ છે એમ કેટલાક માને છે. તેમને જન્મ સામાન્ય સ્થિતિવાળા સંસ્કારી કુટુંબમાં થયેલો. તે સમયમાં જ હોશિયાર વિદ્યાર્થીઓ આર્થિક વિટંબણાને કારણે આગળ ભણી શકે તેમ ન હોય, તેમને માટે જ0 ટીવ બોડિંગ એક આશીર્વાદરૂપ હતી. શ્રી. મગનભાઈ અને શ્રી. દેશપાંડેએ બંનેએ જીવ ટી. બોડિંગમાં પ્રવેશ મેળવી આગળ અભ્યાસ ચાલુ રાખેલ. જી. ટી બોડિંગમાં રહીને ભણેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org