________________
૪૩
વિદ્યાપીઠના મહામાત્ર
છૂટા કરવામાં આવ્યા અને ઇ૦ સ૦ ૧૯૩૮ની જેમ સંસ્થાના સેવક અને વિદ્યાર્થીઓએ સ્વરાજની લડતમાં ઝંપલાવ્યું.
૩
૧૯૪૨ થી ૧૯૪૪ સુધી સંસ્થાનું કામકાજ બંધ રહ્યું. ૧૯૪૪માં વિદ્યાપીઠ પ્રકાશના અંગે શ્રી. રેવાભાઈ પટેલ સ્મારકમાળાનું કામ વિદ્યાપીઠને નવું મળ્યું. ૧૯૪૫માં શિક્ષળ અને સાહિત્ય ફરીથી ચાલુ કરવામાં આવ્યું. એ જ સાલમાં સ્વ શ્રી. મહાદેવભાઈ દેસાઈ સ્મારક ફાળાનું ઉઘરાણું શરૂ થયું અને તેના એક મંત્રી તરીકે વિદ્યાપીઠના મહામાત્ર નિમાયા, ૧૯૪૫માં પ્રકાશના અંગે સ્વ૦ સૂરજબહેન સ્મારકમાળાનું નવું કામ સંસ્થાને સોંપવામાં આવ્યું. શ્રી. મગનભાઈ દેસાઈ એ જ અરસામાં અમદાવાદ મ્યુનિસિપલ શાળા મંડળના સભ્ય અને પ્રમુખ ચૂંટાયા.
૧૯૪૭માં શ્રી. મહાદેવ દેસાઈ સ્મારક ટ્રસ્ટના સહકારથી શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવ્યું. એ જ ગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ શાળાના શિક્ષકોની તાલીમ માટે ઉદ્યોગ તાલીમ વર્ગ શરૂ કર્યો. વળી હિંદુસ્તાની પ્રચાર સમિતિ, વર્ષા પાસેથી ગુજરાતનું હિંદુસ્તાની પ્રચારનું કામ વિદ્યાપીઠે સંભાળી લીધું અને ૧૯૫ પ્રચાર કેન્દ્રો અને ૭૧ પ્રચારકોના સહકારથી વિદ્યાપીઠે ગુજરાતમાં હિંદુસ્તાની પ્રચારના કામની શરૂઆત કરી વિદ્યાપીઠની ગ્રામ સેવાસમિતિનું કામ આટોપી લેવાનું હોવાથી ૧૯૪૭માં વલ્લભ વિદ્યાલય, બેાચાસણમાં પ્રાથમિક શાળાનું પાંચમું ધારણ અને પ્રાથમિક શાળાના શિક્ષકોને કાંતણવણાટની તાલીમનું કામ યરૂ કર્યું. એ જ સાલમાં ખાદીવિદ્યા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા. શ્રી, મગનભાઈ મ્યુનિસિપલ શાળા મંડળના પ્રમુખ તરીકે ગુજરાતમાં નવી સ્થપાનારી ગુજરાત યુનિવર્સિટી કમિટીના સભ્ય બન્યા. આ જ અરસામાં સરકારી કૉપીરાઈટ-સંગ્રહ વિદ્યાપીઠ ગ્રંથાલયને મળ્યો. ગ્રંથપાલ તાલીમ વર્ગો વિદ્યાપીઠમાં ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી.
૧૯૪૮માં કુમારમંદિરની શરૂઆત શરૂનાં પાંચ ધારણાથી કરવામાં આવી. આ કુમારમંદિરને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ અને સરકારે માન્યતા આપી. ૧૯૫૦માં તે પૂર્ણ કુમારમંદિર બન્યું. ૧૯૪૯માં વિદ્યાપીઠ જોડણીકોશની નવી આવૃત્તિ બહાર પડી અને તે પછીના વર્ષે વિનીત જોડણીકોશનું કામ ઉપાડવામાં આવ્યું.
૧૯૫૧ની સાલમાં ધારણથી કરવામાં આવી.
Jain Education International
વિનયમંદિરની શરૂઆત આઠમા અને નવમા ૧૯૫૨ માં એસ૦ એસ૦ સી૦ કક્ષાની વિનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org