________________
વિદ્યાપીઠના મહામાત્ર પ્રકારનું આશ્રમી જીવન જ જીવી રહ્યા છે. અને કેળવણીને માધ્યમ બનાવીને સમાજસેવા કરી રહ્યા છે. એમની શક્તિ અને સેવા માટે ગુજરાત ગૌરવ લઈ શકે એમ છે. એમના જીવનમાંથી મારા જેવા અનેકને સીધી તેમ જ આડકતરી ઘણી પ્રેરણા મળી છે.
એમની સાધના વિકસતી જાઓ અને બીજા અનેકને પ્રેરણા મળતી રહે. અભિનંદન ગ્રંથમાંથી)
બબલભાઈ મહેતા
વિદ્યાપીઠના મહામાત્ર
ઈ૦ સ0 ૧૯૨૦માં વિદ્યાપીઠની સ્થાપના તેના આજીવન કુલપતિ મહાત્મા ગાંધીજીએ કરી. ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ કુલપતિ પદે આવ્યા. સરદારના દેહનત પછી આપણા રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદ વિદ્યાપીઠના કુલપતિપદે ચાલુ છે.
સંસ્થાનું કુલનાયક પદ અનુક્રમે શ્રી. ગિદવાણીજી, શ્રી. નાનાભાઈ ભટ્ટ, શ્રી. કાકાસાહેબ કાલેલકર અને સરદાર સાહેબે ભાવ્યું છે. આજે ભારત સરકારના નાણામંત્રી મોરારજીભાઈ દેસાઈ વિદ્યાપીઠના કુલનાયકપદે તા. ૧૪-૬–૪૮થી ચાલુ છે.
આજ સુધીમાં આ સંસ્થાના મહામારા તરીકે જેઓએ કામ કર્યું છે, તેમાં શ્રી. કિરલાલ મશરૂવાળા અને શ્રી. નરહરિભાઈ પરીખ મુખ્ય છે. શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ તા. ૩-૮–૩૭થી (૧૯૩૦માં શ્રી. નરહરિભાઈ પરીખના જેલનિવાસ દરમિયાન શ્રી. મગનભાઈ દેસાઈ થોડો વખત મહામાત્ર થયા હતા.) મહામાત્ર તરીકે ચાલુ છે.
વિદ્યાપીઠની મુખ્ય પ્રવૃત્તિ એવું જે મહાવિદ્યાલય, તેના આચાર્ય તરીકે શરૂઆતથી અનુક્રમે શ્રી. ગિદવાણીજી, શ્રી. કૃપલાનીજી અને શ્રી. કાકાસાહેબ રહ્યા છે. તા. ૨૮–૬–૪૭થી એટલે કે મહાવિદ્યાલયની પ્રવૃત્તિ નવેસરથી શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના નામે શરૂ કરી, ત્યારથી શ્રી. મગનભાઈ દેસાઈ તેના આચાર્ય તરીકે આજ સુધી ચાલુ છે.
ઈ૦ સ૦ ૧૯૩૭માં શ્રી. મગનભાઈ દેસાઈએ વિદ્યાપીઠના મહામાત્રની જવાબદારી સ્વીકારી. તે સમયે વિદ્યાપીઠની શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઈ૦ સ0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org