________________
એક ઝલક ભક્ત હોવાનો જરાય દેખાવ કર્યા વિના તેઓ વ્યાપક અર્થમાં એક ભક્તજન છે. સામાન્ય કલ્પના એવી હોય છે કે આશ્રમવાસી ચા ન પીએ, સેપારી ન ખાય અને બીજા અનેક બાહ્ય નિયમથી બંધાયેલો હોય; પણ મગનભાઈ આવી મળે તો ચા સોપારીનેય ન્યાય આપે અને પરિચિત ઘર હોય તો એને માંગીનેય લે. પણ એમનું આંતરિક જીવન સત્ય આદિ વ્રતથી જ ઘડાયેલું છે.
મગનભાઈની વાણીમાં સત્યાગ્રહનો રણકાર હોય છે અને ચણચણાટી લાવે એવી કાકર પણ હોય છે. વાગ્યુદ્ધમાં એમની તેજીલી વાણી ભલભલા વાગ્વીરને માત કરે છે અને ક્યારેક ક્યારેક તે જખમી પણ કરતી હોય છે. પણ એમના અંતરમાં એક સ્નેહીજનનો સ્નેહ પણ ભર્યો હોય છે. કઈ પણ પરિચિતને જોઈને એમના મોઢા પરની હાયરેખા ખીલી ઊઠે છે અને એકાદ વાક્યમાં એ એના ખબરઅંતર પૂછી લે છે ત્યારે એમને ચેન પડે છે. સમાજની સાચી સેવા કરનારાના એ પ્રેમી જન છે.
જુવાન મિત્રને મળે છે ત્યારે એમની વાણીનો પ્રવાહ વહેતે અટક જ નથી. એમને એમ થાય છે કે જે કાંઈ મારી પાસે છે એ એમને આપી દઉં; એમ છતાં એક કુશળ શિક્ષકની માફક બોલતી વખતે એમની સામે ચોક્કસ નિશાન હોય છે. એમની વાણીમાં ગંભીરતા આવે છે, હાસ્ય-વિનોદ આવે છે તેમ જ અંગમાં હાવભાવ પણ આવે છે. આ બધા સાથે એક
શમવાસીમાં હોવા જોઈએ એવા કેટલાય આંતરિક ગુણો એમણે એમના જીવનમાં એવા વિકસાવ્યા છે કે, એ એમના જીવનને શોભાવે છે. હું એમને આશ્રમવાસી નહીં પણ આશ્રમજીવી કહું છું.
એમની નિર્ભયતા, સ્પષ્ટ વકતવ્ય, સત્ય માટે આગ્રહ, જીવનમાં સંયમ અને સાદગીનું સ્વાભાવિક તવ, ઈશ્વર વિશેની ઊંડી આસ્તિકતા, કોઈ પણ સમાજસેવક માટે જરૂરી એવી આમ જનતા માટેની અંતરની લાગણી, સમાજમાં બનતા નાનામોટા બનાવો વિશેની આકલનશકિત તથા એ અંગેનું જરૂરી અધ્યયન, ચિંતન અને મનન એમના જીવનમાં તેજસ્વિતા ભરી મૂકે છે. જે કાર્ય તેઓ હાથમાં લે છે, એમાં કર્તવ્ય-બુદ્ધિથી ઊંડા ઊતરીને તેઓ એમની આગવી ભાત પાડે છે.
એમનામાં પડેલી સૂકમ તારતમ્ય બુદ્ધિ, તીક્ષણ તર્કશક્તિ તથા ઊંડી અભ્યાસવૃત્તિ એમને જીવનના કોઈ ને કોઈ ક્ષેત્રમાં મોખરે જ રાખત. બાપુજીના સ્પર્શે એમને સમાજસેવાના ક્ષેત્રમાં આવ્યા. એમના ઉપર ગણાવ્યા ગુણોને કારણે એ કોઈ આશ્રમમાં ન રહેતા હોવા છતાં તેઓ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org