________________
૪૫
વિદ્યાપીઠના મહામાત્ર રૂપિયાને ખર બાંધવામાં આવ્યું છે. ૧૯૩૭-૩૮માં ગ્રંથાલયમાં ચેપન હજારની કિંમતનાં બાવીસ હજાર પુસ્તકો હતાં. આજે અઢી લાખથી વધુ કિંમતનાં પચાવન હજારથી વધુ પુસ્તક ગ્રંથાલયમાં સંગ્રહાયાં છે. તે ઉપરાંત સરકારી કૉપીરાઈટ-સંગ્રહનાં સેંતાલીસ હજારથી વધુ સંખ્યામાં પુસ્તક છે તે જુદાં.
આમ આજે વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ સંસ્થાના મહામાત્ર શ્રી. મગનભાઈ દેસાઈની દોરવણી નીચે ઠીક ઠીક ફૂલીફાલી રહી છે.
ગૂજરાત વિદ્યાપીઠનું કામકાજ ચક્કસ ધ્યેયોને વળગીને ચલાવવાનું હોય છે. અને એમ કરવા જતાં કોઈ વખત સંસ્થાને બાહ્ય દષ્ટિએ સહન કરવાનું પણ આવે છે. વિદ્યાપીઠનાં બે જોતાં જણાશે કે સ્વભાષાને પ્રધાનપદ, રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીને આવશ્યક સ્થાન, દ્યોગિક કેળવણીને બૌદ્ધિક કેળવણી જેટલું જ પ્રાધાન્ય, શારીરિક વિકાસ માટે વ્યાયામ અને અંગમહેનતની તાલીમ, વગેરે સંસ્થાનાં કેળવણી વિષયક ધ્યેયો છે. આ ધ્યેયોનું વિદ્યાપીઠમાં સંપૂર્ણપણે પાલન થતું આજે જોઈ શકાય છે.
રાષ્ટ્રને પિષક એવા કાંતણ, પીંજણ, વણાટ, તેલઘાણી, ખેતી, કાગળકામ, સીવણકામ, વગેરે ઉદ્યોગો બરાબર શાસ્ત્રીય રીતે વિદ્યાપીઠમાં ચાલે તેની સતત મથામણ શ્રી. મગનભાઈ કરી રહ્યા છે. કાંતણ-વણાટ ઈ૦ ઉદ્યોગોને અભ્યાસક્રમમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે અને તે નક્કી કરેલા અભ્યાસક્રમે બરાબર રીતે ચલાવવાનો આગ્રહ રાખવામાં આવે છે.
ભારતવર્ષને ઉત્કર્ષ શહેરો નહી પણ ગામડાં ઉપર અવલંબે છે, એમ વિદ્યાપીઠનાં ધ્યેયોમાં જણાવવામાં આવ્યું છે. ગ્રામસેવાની ગાંધીજીની આ કલપના શ્રી. મગનભાઇએ બરાબર પચાવી છે. વિદ્યાપીઠ તેના મોટા ભાગના દ્રવ્યને અને એના શિક્ષકોને મુખ્ય ઉપયોગ ગામડા માટેની રાષ્ટ્રપષક કેળવણી અ કરે, એ ગાંધીજીને આદેશ શ્રી. મગનભાઈએ બરાબર ઝીલ્યો છે અને વિદ્યાપીઠની કેળવણીને ક્રમ ઘડવામાં ગ્રામવાસીઓની હાજતેને પ્રધાનપદ આપવું જોઈએ એમ શ્રી. મગનભાઈ પણ દઢપણે માને છે. તેના આજના અભ્યાસક્રમો એ બેયને નજર સમક્ષ રાખીને તેમણે ગોઠવ્યા છે. વળી વિદ્યાપીઠ દ્વારા ગુજરાતનાં ગામડાંમાં પણ સ્થિર કામ કરતી સંસ્થાઓની જવાબદારી ઉપાડવાની આવે, તે તે વિદ્યાપીઠનું કામ છે એમ સમજી, શ્રી. મગનભાઈ તેવી જવાબદારીઓ ઉપાડી લે છે. બોચાસણનું વલ્લભ વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org