________________
એક ઝલક પરીક્ષા વિદ્યાપીઠે યોજી. તે જ સાલમાં શ્રી. મહાદેવ દેસાઈ સ્મારક માળાનું કામ સંસ્થાએ નવું ઉપાડયું અને તે જ વર્ષે વિનયમંદિરની દશમી શ્રેણી ચાલુ કરી. ૧૯૫૩માં તે પૂર્ણ વિનયમંદિર બન્યું.
૧૯૫૪માં સુરત જિલ્લાની અંદરના આદિવાસી વિસ્તારમાં વિદ્યાપીઠને બસ વીઘાં જમીનનું દાન મળતાં, વિદ્યાપીઠ અંભેટી સુખાલમાં ગ્રામસેવા કેન્દ્રની શરૂઆત કરી. અને ૧૯૫૫માં સરકારી મદદથી ત્યાં એક આશ્રમશાળા શરૂ કરવામાં આવી. આ જ વર્ષમાં સરકારી સી૦ પી૦ ૦
ઑફિસરોને તાલીમ આપવા માટે ખાદી ગ્રામોદ્યોગ મહાવિદ્યાલય શરૂ થયું. હિંદુસ્તાની પ્રચારની પ્રવૃત્તિ અંગે કમિક પરીક્ષા અને પ્રચારક વર્ગોની વ્યવસ્થા ઉપરાંત શિક્ષક સનદના વર્ગો શરૂ કર્યા.
- ૧૯૫૬માં સત્યાગ્રહ આશ્રમ સ્મારક, કોચરબનો વહીવટ સરકાર પાસેથી વિદ્યાપીઠે સંભાળ્યો. ખાદી ગ્રામોદ્યોગ મહાવિદ્યાલય બંધ થતાં સરકારી તેલઘાણી નિરીક્ષક વર્ગો ચાલુ કરવામાં આવ્યા. વળી ગુજરાતના બિનગુજરાતીઓ માટે ગુજરાતીની ચાર કમિક પરીક્ષાઓની પેજના કરીને ચાલુ કરવામાં આવી. વિદ્યાપીઠ વાચનમાળા, હિંદુસ્તાની વાચનમાળા અને વિનય વાચનમાળા બધી શ્રેણી માટે તૈયાર કરવામાં આવી.
આટલા ઉપરથી જોઈ શકાશે કે, ૧૯૩૭માં શ્રી. મગનભાઈ દેસાઈ સંસ્થાના મહામાત્રપદે આવ્યા ત્યારે વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ કેવા પ્રકારની હતી અને આજે પ્રવૃત્તિઓથી ધમધમતી એ કેવી સંસ્થા બની રહી છે. શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના સ્નાતકની પદવીને મુંબઈ સરકારે અને ગુજરાત યુનિવર્સિટીએ માન્યતા આપી છે. વિનયમંદિરની અગિયારમી શ્રેણીને અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થી વિદ્યાપીઠની વિનીત પરીક્ષા આપે છે એટલું જ નહીં પણ એસ એસ સી પરીક્ષામાં બેસવા માટે તેને લાયક ગણવામાં આવ્યો છે.
વિદ્યાપીઠની ઇતર ચાલુ પ્રવૃત્તિઓમાં વિદ્યાપીઠનાં પ્રકાશનનું કામ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. ૧૯૩૭–૩૮માં પ્રકાશન ખાતે વિદ્યાપીઠનું રોકાણ રૂ. ૧૬,૩૦૦નું હતું, જ્યારે આજે તે આંકડો પાંચ લાખ દશ હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. પુરાતત્તવ સંશાધનનું કામ, પૂજાભાઈ જૈન ગ્રંથમાળા અને શ્રી રાજચંદ્ર જયંતીમાળા દ્વારા ચાલુ રહ્યું છે.
તદુપરાંત વિદ્યાપીઠના ગ્રંથાલયને પણ સારો એવો વિકાસ થયો છે. તેને માટે આધુનિક સગવડવાળું ખાસ નવું મકાન વગભગ પણ ત્રણ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org