________________
આશ્રમી જીવન જીવવાવાળા ભાઈ મગનભાઈએ ગુજરાતી ભાષામાં કેટલાંક સમાજોપયોગી પુસ્તકો લખ્યાં છે. રિઝયવંધુ, ફિરક્ષા અને સાહિત્ય તથા નવનીવનનું સંપાદન કરતાં કરતાં એમણે અનેક લેખે અને નધિો લખ્યાં છે. તેમ જ ઉપનિષદ જેવા આધ્યાત્મિક ગ્રંથોને ગુજરાતી ભાષામાં ઉતારીને એમણે જાતે અભ્યાસ કરનારાઓ માટે સુંદર સગવડ ઊભી કરી આપી છે. આમ ગુજરાતી સાહિત્ય તેમ જ ગુજરાતી ભાષાની એમણે ઉમદા સેવા કરી છે. એમાંય સત્યાગ્રહની મીમાંસા જેવું પુસ્તક લખી આપીને એમણે ગુજરાતી પ્રજા સમક્ષ સત્યાગ્રહના શાસ્ત્રનું નિરૂપણ કર્યું છે. પણ શાસ્ત્ર લખવું એ એક વાત છે અને એ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું એ બીજી વાત છે. મગનભાઈ લખી પણ જાણે છે અને જીવી પણ જાણે છે.
મગનભાઈ એક સત્યાગ્રહી યુદ્ધા છે એ વાતનું પારખું પણ ગુજરાતને સ્વરાજ્ય-આંદોલન વખતે તેમ જ બીજા અનેક પ્રસંગેએ થયું છે. આપણા દેશમાં દરેક ભાષાને એના યોગ્ય સ્થાને બેસાડવા માટે તેઓ આજે પણ એક દ્ધાની અદાથી ઝૂઝી રહ્યા છે. ગુજરાતમાં ગાંધીવિચારને વહેતો રાખવામાં તથા ગુજરાતના જાહેર જીવનને એ દિશામાં વળાંક આપવામાં એમણે સમાજજીવનના ચોકીદારની ગરજ સારી છે.
બાપુજીએ શરૂ કરેલી ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણી અંગેની અનેકવિધ પ્રવૃત્તિઓને વિકસાવવામાં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર તરીકે, તેમ જ કેળવણી વિષયક સરકારી નીતિને તેમ જ લોકમાનસને નયી તાલીમની દિશામાં ચાલના આપવામાં અનેક કેળવણીકાર તરીકે, એમનો નાનોસૂનો ફાળે નથી. હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે પણ કામ કરી રહ્યા છે. પણ અહીં હું એમને એક આશ્રમી જીવન જીવવાવાળા નેહીજન તરીકેનો પરિચય આપવા માગું છું.
બાહ્ય દેખાવમાં સામાન્યજન જેવા દેખાતા હોવા છતાં ભાઈ મગનભાઈનું આંતરિક જીવન એક સાધકનું જીવન છે. સંસારી રહીને જીવનમાં બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરનાર માટે મગનભાઈનું જીવન એક આદર્શ નમૂનો પૂરો પાડે એવું છે, એ એમને ઝીણવટથી નીખનાર જ જોઈ શકે એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org