________________
એક અનેખી વ્યક્તિ
૫ તેજસ્વી વિદ્યાર્થીઓમાં ઘણી નામાંકિત વ્યક્તિઓને સમાવેશ થાય છે. શ્રી. મોરારજીભાઈ દેસાઈ, શ્રી. સીએમ) ત્રિવેદી, શ્રી. જસ્ટીસ ભગવતી, શ્રી. જસ્ટીસ ડી૦ વિ૦ વ્યાસ વગેરેએ એ જ બોડિંગમાં રહી કૉલેજને અભ્યાસ ચાલુ રાખેલ.
શ્રી. મગનભાઈ દેસાઈ બધાં જ વર્ષમાં ઍલિફન્સ્ટન કૉલેજમાં સ્કૉલર હતા એ ભાગ્યે જ કહેવાનું હોય. ઇન્ટર આસની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ મેળવવાનું તે સમયે પણ કઠણ હતું. અને ૧૯૧૯માં ઇન્ટરની પરીક્ષામાં શ્રી. મગનભાઈ દેસાઈ તેમ જ શ્રી. સી. સી૦ દેસાઈ ફર્સ્ટ કલાસમાં આવેલા. અને તે જ સાલમાં ઇન્ટર આર્ટસમાં ફર્સ્ટ કલાસમાં આવનાર તેમના સહાધ્યાયીઓમાં શ્રી. જસ્ટીસ ચાગલા, સ્વ શ્રી, અનંત નંદનાથ દીક્ષિત અને સ્વ૦ પ્રાણલાલ બાપાલાલ પટેલ હતા.
ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં પડી ગયા છતાં શ્રી. મગનભાઈ તથા સી. સી. દેસાઈ પોતપોતાના ક્ષેત્રમાં ઘણી ઊંચી પાયરીએ પહોંચ્યા છે. આ જોડીની એટલે કે આ બંને લાડીલા વિદ્યાર્થીઓની કૉલેજની કારકિર્દી અતિ તેજસ્વી હતી એટલું જ નહીં પરંતુ ત્યાર પછી પણ તે કારકિર્દી વધુ જવલંત બની છે.
સને ૧૯૧૯માં શ્રી. સી સી દેસાઈ આઈ. સી, એસ0 થવા ગયા અને શ્રી. મગનભાઈ બી એ૦માં ભણતા હતા ત્યારે દેશમાં પૂ. ગાંધીજીની હાકલ વાગી અને તેનાથી પ્રેરાઈને તેમણે કૉલેજ છોડી અને ત્યારથી આજ સુધી પૂ. ગાંધીજીના સિદ્ધાંતને અડગ અને ચુસ્તપણે પાળનાર અગ્રગણ્ય વ્યક્તિઓમાંના તેઓ એક છે.
ગૂજરાત વિદ્યાપીઠમાંથી “પારંગત'ની ઉપાધિ મેળવી તે જ વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે તેમણે વર્ષો સુધી કામ કર્યું અને હાલ પણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિને ઉચ્ચ હોદ્દો ધરાવે છે છતાં ગૂજરાત વિદ્યાપીઠ પ્રત્યેના પક્ષપાત અને પ્રેમને લઈને તેઓ ત્યાંના “મહામાત્ર' તરીકે ચાલુ રહ્યા છે. આ વસ્તુ ઘણી સૂચક છે.
શ્રી. મગનભાઈનો ગુજરાતી ભાષા પ્રત્યેને પક્ષપાત અને પ્રેમ સુવિદિત છે. ગુજરાત યુનિવસિટીમાં અંગ્રેજી માધ્યમને બદલે ક્રમે ક્રમે બધી ફૅકલ્ટીઓમાં ગુજરાતી માધ્યમ અપનાવવાની નીતિનો યશ મોટા ભાગે તેમને ફાળે જાય છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી આ ત્રણે ભાષા ઉપર તેઓ સુંદર કાબૂ ધરાવે છે. “ગિન’ પત્રોનું તેમણે સુંદર રીતે અને સફળતાથી છેવટનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org