________________
એક ઝલક રીતે એવું ઉપનામ આપવાની હજુ એના વિડંબકો હિમ્મત નથી કરી શકતા. અંગ્રેજી અંગેની પોતાની લડત (જે વાસ્તવમાં અંગ્રેજી સામેની નહીં પણ સ્વભાષા માટેની લડત છે તે) ને લઈને શ્રી. મગનભાઈ આજ એવા વિડંબકોની જમાતમાં – અને જે નાની નથી – ભદ્રંભદ્ર કે ડૉન કિવઝોટ તરીકે ઓળખાવા પણ માંડયા છે; પરંતુ મેર જ્યારે મોટા મોટા ગઢો પ્રચંડ કડાકા સાથે જમીનદોસ્ત થઈ રહ્યા છે, ત્યારે પણ અદમ્ય શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે પિતાના ઝંડાને મક્કમતાથી વળગી રહી અંગ્રેજીની લડત ચાલુ રાખી રહેલા શ્રી. મગનભાઈને જોવા એ એક અતિપ્રેરક દશ્ય છે, અને ચેર વ્યાપતા અંધકારમાં આશાની એ એક આછી પ્રકાશ લકીર છે. એમના સન્માન-સમારંભ પ્રસંગે તે એમના જીવનનું આ મહત્ત્વનું પાસું આજે એની બધી લાક્ષણિકતાઓ સાથે અનેકના મન સમક્ષ ઊપસી રહે છે, ને કાન્તિના એક અણનમ ઝંડાધારી તરીકે તેમને બિરદાવવાની સ્વાભાવિક ઊમિ થઈ આવે છે.
અંગ્રેજીને એ પ્રશ્ન શું છે એ માટે આ પહેલાં અનેક વાર નિષણાતોને હાથે લખાઈ ચૂકેલું છે, ચર્ચાઈ ચૂકેલું છે. એમ છતાં એના મૂળભૂત મુદ્દાઓને ગૂંચવવામાં સ્વભાષાના વિરોધીઓ અને અંગ્રેજીના હિમાયતીઓ આજ સુધી સફળ થતા રહ્યા છે. આથી પૂ૦ ગાંધીજીએ આ પ્રશ્ન પરત્વે દેશને જે સ્પષ્ટ દોરવણી આપેલી છે તેનું ફરીથી ને ફરીથી લોકોને એક અથવા બીજી રીતે ભાન કરાવવાનું કામ શ્રી. મગનભાઈએ સફળતાપૂર્વક કરેલું છે. એનાં ધારેલાં પરિણામે આજે આવ્યાં જણાતાં નથી – બલકે મુંબઈ સરકારના અંગ્રેજી અંગેના છેલા નિર્ણયથી તો જાણે એ લડત શૂન્યમાં પરિણમી હોય એવો ભાસ થાય છે – પણ એ કેવળ ભાસ જ છે, અને શ્રી. મગનભાઈ જેવા જ થોડાક વધુ લડવૈયા આપણી પાસે જુદી જુદી યુનિવર્સિટીઓમાં અને સરકારી વહીવટી તંત્રના સંયોજકો ને સંચાલકોમાં હેય, તો આ પ્રશ્ન ઝટ ઊકલી શકે.
ગુજરાત યુનિવર્સિટીએ એ બાબતમાં આપણા દેશમાં ગૈરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એમાં શ્રી. મગનભાઈને હિસ્સો નોંધપાત્ર છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતીને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવવાના પ્રયત્નોથી છેડાઈ પડેલાં પ્રત્યાઘાતી બળ, જે આપણી જુદી જુદી યુનિવસટીઓમાં કેન્દ્રિત થઈ સંગઠિત બની રહ્યાં છે, તે સામે ખડકની જેમ ટક્કર લેતા ઊભા રહેવાની તાકાત શ્રી. મગનભાઈની જેમ કેક વિરલ વાઈસ-ચાન્સેલર જ દાખવી શક્યા હોત. એમની એ કામગીરીનું પૂરું મૂલ્યાંકન હજુ થયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org