________________
શક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને શ્રી. મગનભાઈ
२७
મેળવનાર એ એકલા જ છે. સત્યાગ્રહની સૂક્ષ્મ અને વેધક મીમાંસા કરતા ગ્રંથામાં એ મહાનિબંધનું સ્થાન છે, એ શ્રી. મગનભાઈમાં રહેલ ચિંતનપ્રતિભા જે એમને ઉપનિષદોના ઊંડા અભ્યાસ તરફ દોરી ગઈ છે, અને જેને લઈને એ ગહન ક્ષેત્રમાં આપણા વાડ્મયને સમૃદ્ધ કરતી મૂલ્યવાન કૃતિ પ્રાપ્ત થઈ છે, તેને આભારી છે.
પરંતુ શ્રી. મગનભાઈ તે યુગના સંતાન છે, જે યુગના મુખ પર ક્રાન્તિની આભા હતી અને પુરુષાર્થની પ્રતિભા હતી. ક્રાન્તિની એ ધૂન અને પુરુષાર્થની એ તમન્નાના સમન્વય જેવું આજ સુધીનું એમનું જીવન રહ્યું છે, અને તત્ત્વજ્ઞની એમનામાં રહેલી આજન્મ પ્રતિભાને લઈને ક્રાન્તિના એક સૈનિક કરતાં એમણે વધુ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ક્રાન્તિએ જે મૂલ્યો સર્યાં હતાં; અને આપણા રાષ્ટ્રને જે બાંયધરીએ આપી હતી, તેના એ મીમાંસક અને ચાકીદાર રહ્યા છે.
કાન્તિ પહેલાં એ મુજબનું કામ કરનાર ઘણા હતા, અને પૂર ગાંધીજીની પ્રતિભામાં રહેલ અદ્ભુત આકર્ષણને લઈને તે બધા ગાંધીજીની આસપાસ ફરતા અનેક ગ્રહ-ઉપગ્રહોની જેમ આપણા રાષ્ટ્રગગનમાં ઝળહળી રહ્યા હતા; પરંતુ સ્વરાજ મળ્યા પછી આપણા રાષ્ટ્ર-ગગનમાં નક્ષત્રો બદલાયાં છે. ક્રાન્તિયુગના કર્મવીરોને સ્થાને વહીવટી બાબતોના નિષ્ણાત – જેમાંના મેાટા ભાગના ક્રાન્તિના વિરોધીઓ હતા અને પરદેશી શાસનના ટેકેદારો જ માત્ર નહીં પણ તેના પર નભતા હતા તે – માખરે આવ્યા છે. ક્રાન્તિના આપણા કેટલાક આગેવાને પણ ગાંધીજીની ઝળહળતી પ્રતિભામાં પેાતે ગાંધીવિચારસરણીવાળા નહાવા છતાં એ વિચારસરણીના બની
બધા પણ જેમ સૂરજના પ્રકાશથી ઝળહળી ઊઠતી વસ્તુ પેાતાના અસલ સ્વરૂપમાં આવી જાય છે, તેમ ગાંધીજીના પેાતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા છે. આને પરિણામે પરદેશી શાસનમાંથી મુક્ત થયેલા આપણા દેશ આજે એક એવી પ્રચંડ પ્રતિ-ક્રાન્તિમાંથી પસાર થઈ રહ્યો છે, જે ગાંધીજીની આગેવાની હેઠળની આપણી ક્રાન્તિના વિરોધી આપણા અંગ્રેજ શાસકોને પણ વિસ્મય પમાડે.
કૉંગ્રેસે એના લાંબા મુતિ-સંગ્રામ દરમ્યાન પ્રજાને જે મૂળભૂત હકોની બાંયધરી આપી હતી, એ બાંયધરી – એ પ્રિન્ટ્સ આજે અભરાઈ પર ફંગાળાઈ ગયાં છે; અને આપણે એવા કાળમાંથી પસાર થઈએ છીએ જ્યારે ક્રાંતિયુગનાં એ મૂલ્યોની વાત કરવી એ ઉપહાસને નેાતરવા જેવું બન્યું છે. આવું કરનાર આજે ભદ્રંભદ્રમાં ખપવા માંડયા છે— ોકે, જાહેર
Jain Education International
ગયા હતા. તે સૂર્યાસ્ત થતાં અવસાન બાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org